મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (13:05 IST)

સુરેન્દ્રનગર કોંગ્રેસના આગેવાન પ્રહલાદસિંહ પરમાર 1200થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન અને ડીસ્ટ્રીકટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી જુવાનસિંહ પરમારના પુત્ર પ્રહલાદસિંહ પરમાર આજે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 1200થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વહેલાં યોજાવાની સંભાવના વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ થવા પામી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુજરાત યાત્રા પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનો અને સક્રીય કાર્યકરો પણ ચૂંટણીના એક્શન મોડમાં આવી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ આગેવાન અને ડીસ્ટ્રીકટ બેંકના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણી એવા જુવાનસિંહ પરમારના પુત્ર પ્રહલાદસિંહ પરમાર આજે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે.

આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં 1200થી વધુ ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા છે. જ્યારે વઢવાણ, મુળી, લખતર સહિતના તાલુકાઓમાંથી પણ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.