શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2022 (11:16 IST)

પબજી ગેમ રમતાં બિહારના યુવકના પ્રેમમાં પડેલી યુવતી પ્રેમી સાથે કેરળ ભાગી ગઈ

પબજી ગેમના કારણે યુવાનો પ્રેમમાં પડ્યા હોવાના ઘણાં કિસ્સા બન્યા છે. આવો જ એક કિસ્સો ગુજરાતમાં તાજેતરમાં બન્યો હતો જેમાં પાલનપુરની યુવતી બિહારના યુવકના પ્રેમમાં પડતા ઘરમાંથી સોનાના દાગીના લઈને ભાગી ગઈ હતી. આખરે પોલીસે બન્નેની શોધખોળ શરુ કરીને તેમને કેરળથી ઝડપી પાડ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે પાલનપુરના તાજરપુરા વિસ્તારની યુવતીની બિહારના યુવક સાથે પબજી ગેમ રમતા-રમતા મિત્રતા થઈ હતી. બન્ને વચ્ચે મિત્રતા વધતા તેઓ પ્રેમમાં પડ્યા હતા, જે બાદ યુવતીએ તેના પ્રેમીને પાલનપુર બોલાવ્યો હતો.તાજપુરા વિસ્તારમાં આવેલી આદર્શનગર સોસાયટીમાં રહેતી યુવતી બિહારના મધુમની જિલ્લાના ખેડીબાંકા ગામના મોહમ્મદ અરમાન નસીમ શેખના પ્રેમમાં પડી હતી. યુવતીએ તેના પ્રેમી અરમાનને ફોન કરીને પાલનપુર બોલાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

પ્રેમી પાલનપુર આવતા યુવતી પોતાના પિતરાઈ ભાઈના ઘરમાંથી રૂપિયા 70 હજારના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી.તાજપુરાની યુવતી તેના પિતરાઈ ભાઈના પત્નીનું 20 હજારનું સોનાનું કડું અને 70 હજારનો બાજુબંધ મળીને 70 હજારના દાગીના લઈને ભાગી ગઈ હતી. તે દાગીના ચોર્યા પછી ઝેરોક્ષ કઢાવવાના બહાને ઘરમાંથી નીકળીને ફરાર થઈ ગઈ હતી. લાંબા સમય સુધી બહેન ઘરે ના આવતા પિતરાઈ ભાઈને શંકા ગઈ હતી અને તેણે પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસના આધારે પાલનપુરની યુવતી અને તેના પ્રેમી અરમાનને કેરળથી ઝડપી લઈને પાલનપુર લાવવામાં આવ્યા છે, બન્નેની પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા થઈ શકે છે.હવે પોલીસ દ્વારા એ અંગે તપાસ કરવામાં આવશે કે આ કેસમાં યુવતી પોતાના ઈચ્છાથી ભાગી હતી કે પછી તેને કોઈ રીતે દબાણમાં રાખીને યુવક દ્વારા તેને ભગાડી જવામાં આવી હતી. આ બન્ને કેટલા સમયથી સંપર્કમાં હતા, યુવક ગુનાહિત ઈતિહાસ ધરાવ છે કે કેમ તે સહિતની તપાસ પોલીસ દ્વાર આ કેસમાં કરવામાં આવી શકે છે.