બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 માર્ચ 2022 (10:38 IST)

ભરૂચમાં મકાન ધરાશાયી થતા એક જ પરિવારનાં ત્રણ લોકોના મોત, બે લોકો ઇજાગ્રસ્ત

ભરૂચના બંબાખાનાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થયું છે. જેમાં ઊંઘમાં જ આખો પરિવાર કાટમાળમાં દબાઈ જતાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પરિવારના માતા પિતા સારવાર હેઠળ છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ધડાકાભેર મકાન ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડીને આવી ગયા હતા.


હાલ પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરના કુંભારિયા ઢોળાવમાં આવેલું એક મકાન ધરાશાયી થયું છે. જેમાં એક છોકરો, બે યુવતીના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવતીનો આબાદ બચાવ થયો છે. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.આ પરિવાર રાતે આ મકાનમાં સૂતો હતો ત્યારે જ અચાનક ઉપરથી મકાન ધરાશાયી થયું હતુ. જેના કાટમાળમાં સૂતેલો પરિવાર દબાયો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી.આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.આ ગોઝારી ઘટના બાદ પરિવાર પર જાણે પહાડ તૂટી પડ્યો હોય તેવો માહોલ છે. પરિવારના ત્રણ બાળકોના મોત નીપજ્યાના સમાચાર આવ્યા છે. જ્યારે માતા પિતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે