ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:53 IST)

ગુજરાતમાં Swine Flu નો હાહાકાર: ૧૫૨થી વધારે લોકોનાં મોત, એક હજારથી વધુ કેસ

સૌરાષ્ટ્ર-કચ્છ બાદ સમગ્ર ગુજરાતમાં જીવલેણ સ્વાઈન ફલૂ વકર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના શહેરો-નગરોમાં સ્વાઇન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. રાજ્યભરમાં સ્વાઇન ફલૂમાં અત્યાર સુધીમાં ૧પરથી વધારે લોકોના મોત થયા છે. તેમ જ સ્વાઇન ફલૂના એક હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં રરપથી વધુ કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં નવ દિવસમાં સ્વાઇન ફલૂના કારણે ૧રના મૃત્યુ નોંધાતા આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે.

જયારે વડોદરામાં ર૪ કલાકમાં ચાર દર્દીના મોત નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજયસભરમાં જે પ્રકારે સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસો વધી રહ્યા છે અને જે હદે મૃત્યુઆંક વધી રહ્યો છે તેનાથી પ્રજા હવે ખરેખર ભયભીત બની છે તો બીજીબાજુ સરકારની ગંભીર નિષ્ક્રિયતા સામે આવી રહી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુઆંક સૌરાષ્ટ્ર-રાજકોટમાં પ૦નો નોંધાયો છે. રાજ્યભરમાં સ્વાઇન ફલૂની વકરતી ભયાવહ સ્થિતિને ખુદ રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્ર જબરદસ્ત ચિંતિત બન્યુ છે, કારણ કે રાજ્યમાં સ્વાઇન ફલૂની સ્થિતિ ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ ખતરનાક અને ભયંકર છે, પરંતુ સરકારની આ ચિંતા અને લેવાઇ રહેલા પગલાં જાણે દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સ્વાઇન ફલુ પોઝિટિવના વધતા જતા કેસ અને વધી રહેલા મૃત્યુઆંકને જોતા રાજયના આરોગ્ય તંત્ર આ મામલે નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ મળી રરપથી વધુ સ્વાઇન ફલૂ પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમાં ૩૭ કેસો તો છેલ્લા ર૪ કલાકમાં નોંધાયા છે. સ્વાઇન ફલૂના કારણે અમદાવાદમાં નવ દિવસમાં ૧ર મોત નોંધાતા શહેરનો કુલ મૃત્યુઆંક ર૬ થઇ ગયો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૧૫૦થી વધારે દર્દીઓના મોત નિપજયા છે. અમદાવાદમાં ર૬, વડોદરામાં ર૦, સુરતમાં ૧૦, રાજકોટ-સૌરાષ્ટ્રમાં પ૩, કચ્છ-ભુજમાં ૧પથી વધુ, ગીર-સોમનાથમાં પાંચ, જામનગરમાં ૧૦ અને આણંદમાં ત્રણથી વધુ દર્દીના મોત થયા છે. સરકારી હૉસ્પિટલોના સત્તાવાળાઓએ કબૂલ્યું છે કે આ વર્ષે રાજ્યભરમાં સ્વાઇન ફલૂની સ્થિતિ ઘણી ચિંતાજનક અને ભયંકર છે અને સરકારી હૉસ્પિટલોમાં સ્વાઇન ફલૂના દર્દી માટે આઇસોલેશન વોર્ડ સહિતની સુવિધા તહેનાત કરાઇ છે. જો કે આરોગ્ય વિભાગના અધિકારીના આ દાવાઓ છતાં સ્વાઇન ફલૂ કંટ્રોલમાં આવતો જણાતો નથી. ઊલટાનું દિન-પ્રતિદિન સ્વાઇન ફલૂની પરિસ્થિતિ વણસી રહી છે અને ભયંકર રીતે વકરી રહી છે. જે પ્રકારે નિર્દોષ નાગરિકો સ્વાઇન ફલૂના ભરડામાં હોમાઇ રહ્યા છે તે પરથી રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્રની સરેઆમ નિષ્ફળતા સામે આવી છે. ગુજરાતમાં સૌથી વધુ સ્વાઇન ફ્લૂના દર્દીઓ અમદાવાદ શહેરમાં નોંધાયા છે પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોેરેશનનું હેલ્થ ખાતુ આળસ ખંખેરી કામે લાગ્યું નથી. અમદાવાદ શહેરમાં આજે સ્વાઇન ફ્લૂથી સારવાર દરમિયાન વધુ બે દર્દીના મોત નિપજ્યાં છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં જ સ્વાઇન ફ્લૂ પાંચ લોકોને ભરખી ગયો છે જ્યારે ઑગસ્ટ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં જ સ્વાઇન ફ્લૂને લીધે ૧૫ દર્દીઓના મોત નિપજ્યાં છે. જાન્યુઆરીથી ઑગસ્ટ ૨૦૧૭ સુધીમાં સ્વાઇન ફ્લૂના ૨૮૭ કેસો નોંધાયા છે જે પૈકી ૩૫ દર્દીઓના સ્વાઇન ફ્લૂને લીધે મોત નિપજ્યાં છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લુના વડોદરામાં ૨૫થી વધારે મોત-જેમાં ચિંતાજનક રીતે છેલ્લા ૩-દિવસમાં ૮ મોત થયા છે. સ્વાઈન ફ્લૂને ફેલાવા માટેનું વાતાવરણ અને જે ઝડપથી શંકાસ્પદ કિસ્સાઓમાં વધારો જે રીતે થઇ રહ્યો છે તે જોતા વડોદરા શહેરને રોગચાળાગ્રસ્ત જાહેર કરવા માગણી કરવામાં આવી છે