રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 મે 2019 (06:35 IST)

તક્ષશિલા આર્કેડ કૉમ્પલેક્સમાં લાગેલી ભયંકર આગમાં કુલ 21 વિદ્યાર્થીઓનાં મોત

સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડ કૉમ્પલેક્સમાં લાગેલી ભયંકર આગમાં કુલ 21 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. આ 21 વિદ્યાર્થીઓનાં મોતથી ભલભલા કઠણ હ્રદયનાં લોકોનાં હૈયા પણ કંપી ગયા છે. તો એક સાથે 21 ઘરોમાં માતમ છવાયો છે જ્યારે અન્ય લગભગ 19 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તક્ષશિલા એપાર્ટમેન્ટ્ના બીજા માળમાં એસીમાં ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લોકો ગેરકાયદેસર ટ્યૂશન ક્લાસિસ ચલાવતા સંચાલકો સામે નારેબાજી કરાઈ રહી છે. પોલીસે આ દુર્ઘટનાને લઇને ટ્યુશન ક્લાસિસ અને બિલ્ડર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
આગ લાગ્યા બાદ 16 વિદ્યાર્થીઓ જીવતા ભુંજાયા હતા. તો લગભગ 28 વિદ્યાર્તીઓએ ચોથા માળેથી ભૂસકો માર્યો હતો જેમાં 3 જેટલા વિદ્યાર્થીઓનાં મોત થયા છે. જો કે હવે જોવું રહ્યું કે જે પણ જવાબદાર છે તેમની સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે. 21 વિદ્યાર્થીઓનાં મોતનાં જવાબદાર લોકોની સજા કેટલી કઠોર હોવી જોઇએ તે તો કાયદો નક્કી કરશે, પરંતુ અત્યારે અન્ય 19 વિદ્યાર્થીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો કેટલાક વિદ્યાર્થીઓને લઇને હજુ સુધી કોઈ માહિતી મળી રહી નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. તમામના મૃતદેહને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. પીએમ માટે લાવવામાં આવેલા મૃતદેહોથી સ્મિમેર હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનોના આક્રંદથી સ્મિમેર હોસ્પિટલમાં શોકનો માહોલ ઉભો થયો હતો.
 
સુરતના મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. અને શહેર તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા સર્વે કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી અંગે નોટિસો આપવામાં આવ્યા છે. ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યાં સુધી શરૂ કરવામાં દેવામાં આવશે નહીં
 
મૃતકોની યાદી
 
1. કાનાણી વંશવી જયેશભાઇ, 18 વર્ષ
2. ખડેલા એશા રમેશભાઇ, 17 વર્ષ
3. વેકરિયા જાનવી મહેશભાઇ, 17 વર્ષ
4. કાકડીયા ઇશાબેન કાંતિભાઇ, 15 વર્ષ
5. સંઘાણી મિત દિલીપભાઇ, 17 વર્ષ
6. ઠુમ્મર અંશ મનસુખભાઇ, 18 વર્ષ
7. વસોયા જાનવી સંતુરભાઇ, 17 વર્ષ
8. સુરાણી હંસતી હિતેશભાઇ, 18 વર્ષ
9. બલર રૂચિ રમેશભાઇ, 18 વર્ષ
10. ખૂંટ દ્રષ્ટિ વિનુભાઇ, 18 વર્ષ
11. કોઠડિયા ખુશાલી કિરીટભાઇ, 17 વર્ષ
12. રૂદ્ર દોંડા
13. ક્રિષ્ન ભેખડીયા
 
આઈસીયુમાં
 
1. મયંક રંગાણી
2. દર્શન ઢોલા
3. હર્ષ પરમાર
4. જતીન નાકરાણી
 
ઇજાગ્રસ્તોની યાદી
 
1. દીપક સુરેશભાઇ શાહ (30 વર્ષ)
2. સાગર કાનજીભાઇ સોલંકી (19 વર્ષ)
3. સુનીલ ભૂપતભાઇ કોડીકાટ (17 વર્ષ)
4. વિક્રમભાઇ (50 વર્ષ)