શુક્રવાર, 22 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 જુલાઈ 2020 (20:01 IST)

ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, લોકોએ સળગાવી દીધું દવાખાનું

ડોક્ટરની બેદરકારી
તાપીના નિઝર તાલુકાના વેલદા ગામે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સર્જાઇ હતી. ગત મોડી રાતે એક મહિલાનું સારવારને અભાવે મોત નિપજ્યું હોવાનો આરોપ છે. સ્થાનિકોનો આરોપ છે કે, ખાનગી તબીબને ઘરના દરવાજા વારંવાર ખખડાવ્યા છતાં, તબીબે સારવાર ન કરતાં મહિલા મોતને ભેટી હતી. 
 
જેને લઇને ગુસ્સે ભરાયેલા ગામલોકોએ તબીબ જયેશ એકનાથ પાટીલનું દવાખાનું સળગાવી દીધું હતું. ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડવાના માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ રોષે ભરાયેલા સ્થાનિકો સાથે પોલીસ ઘર્ષણ સર્જાયું હતું. જેમાં એક PSI અને અન્ય પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી છે. મામલો વધુ ગંભીર બનતા જિલ્લા LCB સહિતનો પોલીસ સ્ટાફ વેદલા ગામે પહોંચ્યો છે.