શનિવાર, 13 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (18:38 IST)

કિશોરને તાલિબાની સજા, મૌલવીના આદેશ પર બધા વિદ્યાર્થીઓ કિશોર પર થૂંક્યા પછી માર માર્યો

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં મદરસામાં એક વિદ્યાર્થીને તાલિબાની સજા આપી. આ વિદ્યાર્થીને માર વીડિયો પણ સામે આવ્યુ છે. વીડિયોમાં દેખાય રહ્યુ છે કે વિદ્યાર્થીને અર્ધનગ્ન કરીને તેની પીઠ પર બીજા વિદ્યાર્થી થૂંકી રહ્યા છે અને ફરી મારી રહ્યા છે. આ રીતે એક-એક  કરીને બધી વિદ્યાર્થીને માર્યા. જો કે આ મામલે વિદ્યાર્થીના પરિજનોએ FIR નોંધાવી છે. પણ અત્યાર સુધી કોઈ ધરપકડ થઈ નથી. બતાવાય રહ્યુ છે કે ઈસ્લામના નામ પર વિદ્યાર્થીને તાલિબાની સજા આપવામાં આવી છે. 
 
વિદ્યાર્થીઓ પછી મૌલવીએ પોતે પણ ખૂબ માર્યો 
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે દિલ દહેલાવી દેનારો છે. તેમા દેખાય રહ્યુ છે કે અભ્યાસના નામ પર એક મદરસામાં એક વિદ્યાર્થીને ખૂબ મારવામાં આવ્યો અને તેની સાથે દુર્વ્યવ્હાર કર્યો. મદરસાના મૌલવીએ પહેલા બધા વિદ્યાર્થીઓ પાસેથી માર ખવડાવ્યો અને પછી પોતે પણ માર્યો. એટલુ જ નહી મારતા પહેલા તે વિદ્યાર્થી પર થૂંકતા પણ હતા અને પછી થપ્પડ મારતા. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સૂરતનો રહેનારો છે. જે વર્ષ પહેલા જ છત્રપતિ સંભાજી નગર જીલ્લાના ગ્રામીણ વિસ્તાર ખુલતાબાદના એક જામિયા બુરહાનુલ ઉલૂમ નામના મદરસામાં ભણતો હતો. 
 
દુકાનમાંથી ચોરી હતી 100 રૂપિયાની ઘડિયાળ 
એવુ બતાવાય રહ્યુ છે કે રવિવારે આ વિદ્યાર્થીએ મદરસાની સામે આવેલ એક ઘડિયાળની દુકાનમાં  100 રૂપિયાની ઓટોમેટિક ઘડિયાળ જોઈ. આ ઘડિયાળ તેને એટલી ગમી ગઈ કે તેને દુકાનદારને બતાવ્યા વગર જ ઉઠાવીને ત્યાથી જતો રહ્યો. ત્યારબાદ  દુકાનદારે સીસીટીવીમાં જોઈને વિદ્યાર્થીને ઓળખી લીધો. દુકાનદારે મદરસામા ફરિયાદ કરી તો તેને ઘડિયાળ પરત મળી ગઈ. પણ ઈસ્લામની દુહાઈ આપીને મૌલવીએ બાળકને ચોરીની સજાના રૂપમાં બધા વિદ્યાર્થીઓ પાસેથી થૂંકાવીને માર મરાવ્યો અને પોતે પણ તેને માર માર્યો. 
 
બે મૌલાના વિરુદ્ધ ગંભીર ધારામા FIR નોંધાવી 
 
પણ આ દરમિયાન રવિવારે એક અન્ય વિદ્યાર્થીના મોબાઈલ નંબરથી પીડિત યુવકના પરિવારજનોએ આ મોબાઈલ વીડિયો મળ્યો તો તે પોતે આધાતમાં આવી ગયા. . 
 
જ્યારે તેણે મદરસામાં ફોન કર્યો ત્યારે તેઓએ કહ્યું કે તેને ચોરીની સજા મળી છે. પરંતુ પરિવાર તરત જ ઔરંગાબાદ પહોંચી ગયો અને છોકરાને સાથે પોલીસ સ્ટેશન લઈ ગયો અને આઈપીસીની કલમ 324, 323 અને માઈનોર સ્ટુડન્ટ્સ પ્રોટેક્શન એક્ટની કલમ 75 અને 87 હેઠળ એફઆઈઆર નોંધાવી. આ મામલામાં 27 ફેબ્રુઆરીએ મૌલાના સૈયદ ઉમર અલી, મૌલાના હાફિઝ નઝીર વિરુદ્ધ આ FIR નોંધવામાં આવી છે.