મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2022 (15:47 IST)

Rain Updates- 11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, સૌરાષ્ટ્ર-દક્ષિણ વરસાદે ધબધબાટી બોલાવી
 
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 219 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં પોણા સાત ઇંચ, કોડીનારમાં સવા છ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢની જીવાદોરી સમાન વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સતત ત્રણ દિવસથી વરસાદને કારણે વિલીંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. કલ્યાણપુરમાં છ ઇંચ, મહીસાગરના કડાણામાં છ ઇંચ જ્યારે માંગરોળ, દ્વારકા, ઓલપાડ, રાણાવાવ, હિંમતનગર, ફતેપુરા, જૂનાગઢ, કૃતિયાણામાં ચારથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં ખેરાલુ, વિસનગર, સતલાસણામાં વરસાદ થયો હતો. ઉપરવાસમાં સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં 5,684 ક્યુસેક પાણીની આવક થઈ છે.
 
સોમનાથ,  ગીર સોમનાથમાં બે દિવસથી વરસાદે તોફાની બેટિંગ કર્યા બાદ આજે પણ સવારથી અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ બંધાયા બાદ ભારે વરસાદ શરુ થઈ ગયો છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
 
આ સિવાય રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં લઈને પણ જરુરી પગલા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. ભારે વરસાદના લીધે કેટલાક ગામો બેટમાં ફેરવાયા હતા. ગઈકાલની જેમ જ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. સુત્રાપાડા, વેરાવળ અને કોડિનારમાં ત્રણે તાલુકાઓમાં ભારે વરસાદ છે, જેના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
 
હવામાનમાં આવેલા પલ્ટાની અસર દરિયામાં પણ જાેવા મળી રહી છે. રિપોર્ટ્‌સ મુજબ ગીર સોમનાથમાં ભારે વરસાદની સ્થિતિને જાેતા સ્કૂલોમાં બાળકોને રજા આપવાનો ર્નિણય લેવાયો છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે.
 
ગઈકાલે અહીં કોડિનારમાં ૭.૫ ઈંચ, સુત્રાપાડામાં ૬.૫ ઈંચ અને વેરાવળમાં ૫.૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે આ તાલુકાઓના કેટલાક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા અન્ય ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ભારે વરસાદના લીધે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ એક્ટિવ છે,
 
જેમાં ગામના સરપંચ અને આગેવાનો સાથે બેઠક કરીને ભારે વરસાદ થાય તો સાવચેતીના કેવા પગલા ભરવા જોઈએ તે અંગે પણ કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા.
 
સાબરકાંઠામાં પણ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ થયો હતો. વરસાદના પગલે હાથમાંથી નદીમાં નવા નીર આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. અંબાજીમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી.  કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો અને વીજળી ગુલ થવાના બનાવો બન્યા હતા. કચ્છના માંડવીમાં ભારે વરસાદને પગલે મુંદ્રાથી વડાલા જતો માર્ગ બંધ થયો હતો. રાજકોટમાં ભારે વરસાદને પગલે રૈયા રોડ સહિત અનેક નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. અમરેલી-બાબરાની કાળુભાર નદીમાં વરસાદના કારણે પૂર આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
હવામાન વિભાગની વરસાદને લઇ આગાહી 
ગુજરાત માં અનેક શહેરો માં અતિ થી લઇ ભારે વરસાદ ની આગાહી 
વલસાડ, દીવ,દાદરાનગર હવેલી માં ભારે વરસાદ ની આગાહી 
સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ માં અતિભારે વરસાદ ની આગાહી 
અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી 
11 અને 12 તારીખે દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી 
12 તારીખે સૌરાષ્ટ્ર માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી 
ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદ ની આગાહી 
ગુજરાત ના તમામ દરિયા માછીમારો ને દરિયો ન ખેડવા સૂચન 
ગુજરાત 182 mm વરસાદ ખાબક્યો છે 
6 ટકા વરસાદ હાલ ની સ્થિતિ કરતા વધુ નોંધાયો છે 
સૌરાષ્ટ્ર કચ્છ માં સૌથી વધુ 31 ટકા વરસાદ વરસ્યો
જિલ્લામાં સવારથી મેઘરાજાની અવિરત તોફાની બેટિંગ
સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 4 ઇંચ થી વધુ વરસાદ
દ્વારકા તાલુકામાં 80 મિમી, ખંભાળિયા 62, કલાયણપુર 75 મિમી, ભાણવડ 43 મિમી
સમગ્ર જિલ્લામાં સમયાંતરે આવી રહ્યા છે ભારેથી અતિ ભારે ઝાપટા
વરસાદ અવિરત વરસી રહ્યો છે, પરંતુ તિવ્રતામાં સતત વધ ઘટ થઈ રહી છે