ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (16:02 IST)

અરવલ્લી- મેઘરજના વેડી ડેમમાં 500 ક્યુસેન પાણીની આવક ખેડૂતોમાં ખુશીનો માહોલ

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે, હાલ અમદાવાદ, વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે.   છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાઓના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ 5 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
 
અરવલ્લી- મેઘરજના વેડી ડેમમાં 500 ક્યુસેન પાણીની આવક ખેડૂતોમાં ખુશીનો માહોલ 
દ્વારકા : જામખંભાળિયામાં મુશળધાર વરસાદ, 10 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી
 
જ્યારે જામનગર,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
 
છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો વડોદરામાં સૌથી વધુ 3.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 11 જેટલા તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની વાત કરીએ તો કચ્છમાં સીઝનનો 61 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 62 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 64 ટકા જેટલો વરસાદ પડ્યો છે.
 
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ અને આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે…તો સૌરાષ્ટ્રના શહેરો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભા
રેથી અતિભારેની આગાહી કરવામાં આવી છે.