1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. HEAVY Rain in Gujarat- gujarat samachar

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ

Rain in Ahmadabad
ધોધમાર વરસાદથી સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલીસ ખુલી હતી. લંબે હનુમાન રોડ, માતાવડી અને બરોડા પ્રિસ્ટેઝ ચાર રસ્તા નજીક પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે અવર-જવર કરવામાં મુશ્કેલી સર્જાઇ હતી. ભારે વરસાદથી સુરતના અનેક વિસ્તારો પાણી-પાણી થયા હતા. 
 
નસવાડીમાં સિઝનનો 40.70 ટકા વરસાદ વરસ્યો હતો. ધોધમાર
વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો હતો. નવસારી જિલ્લાની જીવાદોરી સમાન જુજ ડેમ 85 ટકા ભરાઇ ગયો હતો. હાલ 102 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયના 46 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 2 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.1 ઈંચ, જામનગરના જોધપુર અને અમરેલીના રાજુલામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. આણંદના ખંભાત અને કચ્છના અબડાસામાં અડધોથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. 
આગળનો લેખ
હિમાચલમાં ભૂસ્ખલન - એક મહિનામાં બીજી વખત અહીયા ભૂસ્ખલન થયું