સ્માર્ટ સિટી થયું પાણી પાણી- ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયુ
સુરતમાં ગઈરાકાલ રાત્રેથી ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયુ છે. વરસાદ વરસતા સારી વાત આ છે કે સવારથી જ મુશળધાર વરસાદ વરસતા લોકોને ગરમી બફારાથી રાહત મળી છે. આમ તો ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. અને આજે વહેલી સવારથી પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ ઉભી થઇ હતી