સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જૂન 2022 (09:35 IST)

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરનો રોડ વડાપ્રધાનનાં માતાના નામથી ઓળખાશે

raysen
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા 18 મી જુનના રોજ 100 વર્ષ પૂર્ણ કરવાના છે. જેઓ ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગલોમાં હાલમાં રહે છે. ત્યારે રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટર સુધીના માર્ગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નામે નામકરણ કરવાની ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આજે જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને 18 જૂને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તે નિમિત્તે ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ' તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટોલ પંપથી 80 મીટરના રોડને "પૂજ્ય હીરાબા માર્ગ" નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા શતાયુ વર્ષના થવા જઈ રહ્યા છે આગામી તારીખ 18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત છે તે દિવસે જ તેમનો જન્મ દિવસ આવી રહ્યો છે, આ દિવસે વડનગર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેવાના નથી પરંતુ સવારે તેઓ ચોક્કસ માતા હીરા બા ના ચરણસ્પર્શ કરવા તેમના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસસ્થાને જશે.