સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 એપ્રિલ 2023 (18:44 IST)

અકસ્માત જોવા ઉભેલા યુવાનોને નડ્યો અકસ્માત

Accident
આજે ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો છે. જેને જોઈને કહી શકાય કે મોત કેવા કેવા બહાને આવે છે.  કોઈપણ ઘટના બને તો લોકોનુ આસપાસ ભેગા થઈ જવુ એક સામાન્ય વાત છે.  પરંતુ એ ભેગા થયેલા જ પોતે જો કોઈ ન્યુઝની હેડલાઈન બની જાય તો ? આવુ જ કંઈક ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે પર થયુ છે.  આ રોડ પર એક બાઈક અને ટેમ્પો સાથે થયેલા સામાન્ય અકસ્માતને જોવા ઉભેલા બે યુવકોને ટ્રકે અડફેટે લીધા. 
 
ગાંધીધામના મીઠીરોહર નજીક રેલવે ફ્લાયઓવર પાસે ટ્રકે બે યુવકોને  ટક્કર મારતાં 25 વર્ષિય ઈમ્તિયાઝ શેખ નામના યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય યુવક મોહમ્મદ ઉસલૂર આલમ નામના 40 વર્ષીય શખ્સને ગંભીર ઈજા થતાં ખાનગી હોસ્પિટલે ખસેડાયો છે. આજે સવારે સાડા દસના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પર લોડીંગ છકડા અને મોટરસાયકલ વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાયો હતો. અકસ્માત જોવા બેઉ યુવકો ઊભાં હતા. તે સમયે ટ્રકે તેમને અડફેટે લેતાં દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે અને અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.