સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2023 (12:53 IST)

મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ, નડિયાદથી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી

kiran patel with wife
મહાઠગ કિરણ પટેલના પત્ની માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે. છેતરપિંડી મામલે માલિની પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રીના ભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલના પત્નીની ધરપકડ કરવામાં આવી છે. મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
kiran patel wife with modi

સિંધુભવન રોડ પરના જગદીશપુરમ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચની ટીમે નડિયાદથી ધરપકડ કરી છે.  આ મામલે થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો.ગુજરાતના રહેવાસી કિરણ પટેલ પોતે પીએમનો એક મોટો અધિકારી હોવાનુ જણાવતો હતો અને જમ્મુ- કાશ્મીરમાં સરકારી અધિકારીઓને છેતર્યાની ઘટના સામે આવી હતી. આ મહાઠગના કેટલાય કારનામાં બહાર આવી રહ્યા છે. આ મહાઠગે પોતે બહુ ઉચ્ચ હોદ્દા પર હોવાનું કહીને છેતરપિંડી કરી હતી. કિરણ પટેલની સાથે તેમની પત્ની માલિની પટેલની સાથે મળીને ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઈના સિંધુભવન રોડ પર સ્થિત નીલકંઠ ગ્રીન સોસાયટીના બંગલો પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. આ બંગલાના રિનોવેશનનું કામ 35 લાખમાં કરવા માટે હાથમાં લીધુ હતુ અને ત્યારબાદ આ બંગલાની નેમ પ્લેટ બદલાવી નાખી હતી અને આ બંગલો પોતાની માલિકીનો બંગલો હોય તેવું બતાવી વાસ્તુ પૂજન પણ કર્યુ હતું અને તેના ફોટા પણ પાડ્યા હતા. આ ફોટા સાથે કિરણ પટેલે સિવિલ કોર્ટમાં પોતે માલિક હોવાનો ખોટો કેસ પણ દાખલ કર્યો હતો.