Rajkot - ડોક્ટરએ આચર્યું પરિણીતા પર દુષ્કર્મ
Rajkot news- રાજકોટના તબીબ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટના સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગર મેઇન રોડ પર નયન ક્લિનિક ધરાવતા ડો.એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર એલ.જી.મોરી સામે છેલ્લા સાત મહિનાથી ધમકી આપી પરિણીતા પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. રૈયા રોડ વિસ્તારમાં માતાના ઘરે રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ, પતિ સાથે મનમેળ નહિ થતાં આઠ મહિનાથી થી તે તેની માતાના ઘરે રહે છે. માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
સાત મહિના પહેલાં તબિયત નાદુરસ્ત હોય ડો.મોરીને ત્યાં દવા લેવા ગઇ હતી. તબીબે દવા આપ્યા બાદ મોબાઇલ નંબર લઇ બે દિવસ પછી બતાવવા આવવાનું કહ્યું હતું. બે દિવસ પછી ફોન કરતા તેને બપોરે અઢી વાગ્યે આવવાનું કહ્યું હતું. પોતે બપોરે ક્લિનિક પહોંચતા ડો.મોરી સિવાય કોઇ ન હતું. પોતાને કેબિનમાં લઇ જઇ કામકાજ વિશે પૂછતા પોતે ઇમિટેશનનું કામ કરતી હોવાનું કહ્યું હતું. ડોક્ટર મોરી મહિલાને નોકરીની લાલચ આપી ચારથી વધુ વખત બપોરે જ ક્લિનિક પર બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. તબિયત તપાસવા પોતાને ટેબલ પર સુવડાવી પેટ તપાસવાનું નાટક કરી બળજબરી કરી પહેલી વખત દુષ્કર્મ આચર્યું હતું.
બીજા વાર ડાક્ટરે પરિણીતાના ધમકી આપી કે તું આ વાત કોઇને કરીશ તો તારા ઘરે આવી તને બદનામ કરી દઇશ. છ દિવસ બાદ ડો.મોરીએ ફોન કરી તબિયત વિશે પૂછી મિત્રને ત્યાં નોકરીની વાત કરી છે
એટલે ક્લિનિક પર આવવા કહ્યું હતું. બપોરે દીકરી સાથે ક્લિનિક પર જતા દીકરીને બહાર ચોકલેટ આપી પોતાને કેબિનમાં આવવા કહ્યું હતું. ના પાડતા બળજબરીથી કેબિનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર
બાદ અઠવાડિયા પછી ફોન કરી તારી નોકરીનું થઇ ગયું છે કહી ફરીથી ક્લિનિક પર બપોરને સમયે બોલાવી હતી. અને મિત્ર આવે છે એમ કહીને કેબિનમાં અને બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તારાથી થાય તે કરી લેજે, કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશની ધમકી આપી હતી.