રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 16 ડિસેમ્બર 2023 (18:20 IST)

રાજકોટમાં પ્રૌઢે ફ્રાઈમ્સ ખવડાવવાનાં બહાને 3 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી

રાજકોટ શહેરમાં માસુમ બાળકીઓ ઉપર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી વધુ એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં એક વાસનાંધ બનેલા પ્રૌઢે ફ્રાઈમ્સ ખવડાવવાનાં બહાને પાડોશમાં રહેતી 3 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. બાળકીને દુઃખાવો થતા માતાએ પૂછપરછ કરતા આ સમગ્ર બનાવની હકિકત સામે આવી હતી. હાલ ભોગ બનનાર માસુમને સિવિલ હોસ્પિટલમાં ખસેડી આ કામના આરોપીની શોધખોળ હાથ ધરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

બાળકીના પિતાનાં જણાવ્યા મુજબ તેઓ કામ પરથી પરત આવ્યા ત્યારે બાળકી જમતી નહીં હોવાથી ઠપકો આપ્યો હતો. અને પોતે પરત ચાલ્યા ગયા હતા. બાદમાં માતાએ જોતા કંઇક અજુગતું થયાનું જણાયું હતું. જેને આધારે બાળકીની પૂછપરછ કરતા તેણે પાડોશમાં રહેતા રામચંદ્ર પાસવાને કુકર્મ આચર્યું હોવાનું જણાવતા માતા હતપ્રભ બની ગઈ હતી. આ મામલે બાળકીના પિતાને જાણ થતા તરત જ પોતે ઘરે પહોંચી માસુમને સારવાર માટે ખસેડી હતી. આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.આ અંગેની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. અને બાળકીના માતા-પિતાની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપી પ્રૌઢ રામચંદ્ર પાસવાનને શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. માસુમ સાથે કુકર્મ કરનાર આ પ્રૌઢ સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આવા બનાવો બન્યા બાદ તો પોલીસ તરત હરકતમાં આવે છે. પરંતુ આ પ્રકારના બનાવો બનતા અટકે તે માટે પછાત વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.