રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (12:30 IST)

Rajkot Crime News - રાજકોટના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખી, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

rajkot crime news
rajkot crime news
રાજકોટ જિલ્લાના પડધરી નજીક યુવતીની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતદેહ મળ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવતા બનાવ હત્યાનો હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ખામટા પાસેથી ખુલ્લી જગ્યામાં અર્ધ સળગેલું શરીર મળી આવ્યું હતું અને મૃતદેહ આસપાસ સળગેલા લાકડા પણ મળી આવ્યા હતા.

રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ધર્મેશ લાવડીયાએ ગઇકાલે સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ખામટા ગામની ધાર પર ભરત વિરમગામાની માલિકીની ખુલ્લી જગ્યામાંથી અજાણી આશરે 17 થી 30 વર્ષની સ્ત્રીનો સળગેલી હાલતમાં મૃતદેહ પડ્યો છે. પોલીસે બનાવ સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને FSLની ટીમે સ્થળ પરથી નમૂના લીધા હતા. જે બાદ મૃતદેહ રાજકોટ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, આ સ્ત્રીની હત્યા કરવામાં આવી છે. જેથી કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાની હત્યા કરી લાશ સળગાવી નાખી અથવા તો જીવતી હાલતમાં મહિલાને સળગાવી નાખી એ મુજબની ફરિયાદ નોંધાઇ હતી.આ તરફ પોલીસે આસપાસના જિલ્લામાંથી ગુમસુધા લોકોની યાદી મંગાવી છે. અને તપાસ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજી ટીમો દ્વારા આસપાસના જિલ્લા જેટલી યુવતીઓ ગુમ થઈ છે તેની યાદી મેળવી તપાસ આગળ વધારવામાં આવી છે. આ સાથે રાજકોટ જામનગર હાઇવે રોડ પરના સીસીટીવી, ખામટા ગામના સીસીટીવી તપાસમાં આવી રહ્યા છે.