શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 2 ડિસેમ્બર 2023 (12:09 IST)

રાજકોટ સમાચાર - બાપે 7 માસ સુધી દીકરી પર આચર્યું દુષ્કર્મ

rape girl
રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલ લાઠ ગામે હેવાન પિતાએ પોતાની જ 17 વર્ષની સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હવસખોર પિતા 6 મહિનાથી સગીર દીકરીનો દેહ પિંખતો હોવાનું સામે આવ્યું છે. પાટણવાવ પોલીસે હાલ દુષ્કર્મની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

17 વર્ષની મા વિહોણી દીકરીએ જ્યારે પિતાની હવસખોરીની કથની વર્ણવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સગીરાની ઉંમર 17 વર્ષ છે અને આરોપી પિતાની ઉંમર 40 વર્ષ છે. આરોપીના બે લગ્ન થયા હતા. પ્રથમ લગ્નથી હાલ ભોગ બનનાર પુત્રીનો જન્મ થયો હતો. આ દીકરી 6 મહીનાની હતી ત્યારે જ તેમના માતાનું અવસાન થઈ ગયું હતું. મા વિહોણી દીકરી દાદી અને પરદાદી સહિતના સંયુક્ત કુટુંબના સભ્યો વચ્ચે મોટી થઈ હતી. દરમિયાન આરોપી પિતાએ બીજા લગ્ન પણ કર્યા હતા.

બીજા લગ્નથી આરોપીને બીજી બે પુત્રી છે. છેલ્લા કેટલાક સમયથી તેની બીજી પત્ની બે પુત્રીઓને લઈ રિસામણે જતી રહી છે. બીજી પત્ની રિસામણે જતા હવસખોર પિતા પોતાની હવસ સંતોષવા તલપાપડ બન્યો હતો. આ દરમિયાન ભોગ બનનાર સગીરા 16 વર્ષ પૂર્ણ કરી 17 વર્ષની થઈ એટલે તેના પિતાની નજર બગડી હતી. ભોગ બનનારના નિવેદન મુજબ આશરે 6 મહિના પહેલા તેમની બીજી માતા રિસામણે ગયા પછી એક રાતે તેણી સૂતી હતી. ઘરના બીજા સભ્યો પણ સુઈ ગયા હતા. ત્યારે અચાનક પિતા તેની પાસે આવી દેહ પર અડપલા કરવા લાગ્યા હતા. દીકરી કંઈ સમજે તે પહેલાં જ પિતાએ મૂંગુ રહેવા કહીં દીધું. જેના પર વિકૃતિ સવાર થઈ હતી તે પિતાએ દીકરીનું શિયળ લૂંટયું અને ધમકી આપી કે કોઈને કહીશ તો તારી ખેર નથી. પિતાના ડરથી દીકરી કોઈને વાત કરતી નહોતી. અને પછી દરરોજ રાત્રે અવાર નવાર તેનો પિતા આ રીતે આવતો અને હવસ સંતોષતો. પ્રથમ પરદાદીને આ અંગે જાણ થતાં પોલીસ મથક સુધી વાત પહોંચી હતી. 65 વર્ષીય પરદાદીની ફરિયાદ પરથી DYSP રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શનમાં પાટણવાવ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.