રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. રાજકોટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2023 (13:24 IST)

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને જાહેરનામું, રાત્રે 8થી 10 વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે.  
 
રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. આ જાહેરનામામાં સુપ્રીમકોર્ટના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. આ સાથે રાજકોટ પોલીસ કમિશ્નરે પેટ્રોલ પંપ, શાળા કોલેજ, ધાર્મિક સ્થળ નજીક ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એરપોર્ટ, ગોડાઉન, હોસ્પીટલ કે જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.