1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (09:16 IST)

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી જુનાગઢથી પરત ફરી રહેલા પરિવારને નડેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને રૂ. ૪ લાખની સહાય જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંચિત પીડિત, દરિદ્રનારાયણ પ્રત્યેની પોતાની આગવી સહાનુભૂતિ સંવેદના ખંભાતના ભીલ આદિવાસી પરિવારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી સહાય આપીને પ્રગટ કરી છે.
 
ખંભાતનો આ પરિવાર તાજેતરમાં ગીરનારની લીલી પરિક્રમા કરી પરત ફરી રહ્યો હતો ત્યારે વટામણ ચોકડી પાસે તેમના થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિઓના દુ:ખદ નિધન થયા હતા. આ ઉપરાંત તેમની સાથેના અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યું નિપજ્યું હતું.
 
આ દર્દનાક ઘટનાથી મૃત્યુ પામેલા પરિવાર અને અનાથ-નિરાધાર બની ગયેલા બે બાળકોની પડખે આ વિપદામાં ઉભા રહિ રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ખંભાતના ધારાસભ્ય શ્રી મયુર ભાઇ રાવલે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. 
 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે સહાનુભૂતિ અને સંવેદના દર્શાવતા આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યું પામેલા પ્રત્યેક મૃતકોના વારસદારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી તાત્કાલિક આપવાનો નિર્ણય કર્યો છે.