સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (11:38 IST)

સ્માર્ટફોન સાબિત થયો જીવતો બોમ્બ, ગેમ રમતાં રમતાં મોબાઇલ બ્લાસ્ટ થતાં ચામડીના ચિંથરા ઉડ્યા

આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ખતરનાક સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા.
 
મોબાઈલ રમતા કિશોર સાથે આ ઘટના બની હતી. મહીસાગરના બાલાસિનોરમાં મોબાઈલ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. બાલાસિનોરના ભમરીયા ગામે મોબાઈલમાં ચાલુ ચાર્જિંગે ગેમ રમતા મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી.
 
કિશોરનો હાથ એટલી ગંભીર રીતે દાઝ્‌યો હતો કે, તેના હાથના ચીંથરા ઉડી ગયા હતા. તેના હાથની તમામ આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો. આંગળીના ટેરવાને એટલુ નુકસાન થયુ હતું કે ઓપરેશન કરવાની ફરજ પડી હતી. કિશોરને સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે. બે કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી. જાેકે, અનેક લોકો ચાર્જિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે, જે જોખમી છે. આવા અનેક કિસ્સા સામે આવે છે છતા લોકો સમજતા નથી.