સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (10:08 IST)

1 અને 2 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, આભમાંથી આફત વરસશે

ભારત હવામાન વિભાગે 1 અને 2 ડિસેમ્બર માટે ગુજરાતમાં કમોસમી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 1 ડિસેમ્બર માટે આણંદ, ભરૂચ, નવસારી, લસાડ, અમરેલી અને ભાવનગરમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 2 ડિસેમ્બર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે 5 દિવસની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. 
 
આઇએમડી અમદાવાદના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે 30 નવેમ્બરથી વરસાદની આશંકા છે, જે પશ્વિમી વિક્ષોભને સક્રિય કરશે, જે નવેમ્બર 30ની રાત્રે ઉત્તર-પશ્વિમ અને આસપાસના મધ્ય ભારતને પ્રભાવિત કરી શકે છે. આ સાથે જ 30 નવેંબરથી 2 ડિસેમ્બર સુધી માછીમારીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તટ માટે ચેતાવણી જાહેર કરવામાં આવી છે. 
 
30 નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની સાથે-સાથે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્ર નગર, ,રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લા સહિત આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ અને તાપી, અમરેલી, છોટા ઉદેપુર, જુનાગઢ, ગિર સોમનાથ, બોટાદ , ભાવનગર, પંચમહાલ, દાહોદમાં 1 ડિસેમ્બરના રોજ ભારે વરસાદની સંભાવના છે. આ ગાજવીજ સાથે 40-60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.  
 
આઇએમડીના અનુસાર 2 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે એક અને બે ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તો તરફ ડિસેમ્બરના રોજ ઉત્તરી કોંકણમાં પણ ભારે વરસાદની સંભાવના છે. એક બે ડિસેમ્બર દરમિયાન પશ્વિમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્વિમી ઉત્તર પ્રદેશમાં વરસાદનું પૂર્વાનુમાન છે.