શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 જૂન 2022 (14:07 IST)

ભરતસિંહ સાથે પકડાયેલી યુવતિએ રેશ્મા પટેલ સહિત 10 વ્યક્તિઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, જાણો શું છે વિગત

ભરતસિંહ સોલંકીના કથિત રંગરેલિયાવાળા વીડિયો બાદ પત્ની રેશમા પટેલ વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં અરજી થઈ છે. વીડિયોમાં દેખાતી યુવતીએ રેશમા પટેલ અને 10 શખ્સો વિરુદ્ધ અરજી કરી છે. રિદ્ધિ પરમારે ટાઉન પોલીસ મથકે અરજી આપી છે. તેણે પોલીસ સ્ટેશનમાં જણાવ્યુ કે, મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી માથાકૂટ કરી હતી. 
 
હાલમાં તેમનો અને એક યુવતિનો વીડિયો વાયરલ થયો છે જેને લઈને ભરતસિંહની પત્નીએ હોબાળો બચાવ્યો હતો. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે.  
 
આણંદ નજીક આવેલા મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં રહેતી રિદ્ધિબેન પરમારના ઘરમાં 31મી તારીખના રોજ રાત્રે જબરજસ્તીથી ઘુસીને માર મારી વીડિયો ઉતારીને બદનામ કરવા બદલ રિદ્ધિબેન પરમારે આજે આણંદમાં પોલીસને લેખિત ફરિયાદ આપતા પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે.
 
રિદ્ધી પરમારે પોલીસ સ્ટેશનમાં અરજી આપતા કહ્યુ કે, તે આણંદના મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં રહે છે. 31 મેના રોજ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી તેના ઘરે સામાજિક કામથી આવ્યા હતા. ત્યારે તેના ઘરમાં રેશમા પટેલ અને કેટલાક લોકો જબરદસ્તીથી તેના ઘરમાં ઘૂસી ગયા હાત. તેઓએ તેની સાથે મારામારી કરી હતી. તેમજ તેનો વીડિયો ઉતારીને તેને બદનામ કરી હતી.
 
અરજીમાં જણાવ્યું છે કે રેશ્માબેન પટેલે વાળ પકડીને ફેંટો તેમજ લાફ માર્યા હતા, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. રેશ્માબેન દ્વારા મારી ઓળખ છતી કરવા માટેનો સતત પ્રયાસ કરીને તે અંગેના વીડિયો મોબાઈલમાં ઉતરાવી લીધા હતા. જે અંગે રિધ્ધિબેન પરમારે આણંદ શહેર પોલીસ મથકે આવીને રેશ્માબેન પટેલ અને તેમની સાથે આવેલા અજાણ્યા 10 જેટલા શખસો વિરૂદ્ધ જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને તેને તથા ભરતસિંહ સોલંકીને માર મારીને તેમના વીડિયો ઉતારી બદનામ કર્યા અંગે લેખિત ફરિયાદ આપી હતી.  
 
તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેમની પત્ની સાથેનો વિવાદ છેક રાહુલ ગાંધી સુધી પહોંચતા કૉંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશના સિનિયર નેતાને આ સમગ્ર મામલે તપાસ કરી રિપોર્ટ આપવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જેની અસર રૂપે આજે ભરતસિંહ સોલંકીએ એક પત્રકાર પરિષદ કરી છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી પત્ની રેશમાને ફક્ત મારી મિલકતમાં રસ છે. તે મારા મરવાની રાહ જોઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હુ ત્રીજા લગ્ન કરવાનો છુ અને સક્રિય રાજકારણમાંથી થોડો વિરામ લેવા માંગુ છું.