રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (15:57 IST)

છોકરીઓને વેચનારા વ્યક્તિએ વહુને પણ 80 હજારમાં વેચી, પતિને સૂચના પર બારાબંકીમાં આઠ ગુજરાતી પકડાયા

પૂર્વાચલ અને બિહારથી લાવીને યુવતીઓ વેચનારો ચાલાક વ્યક્તિએ ગ્રાહક મળતા પોતાની પુત્રવધુનો પણ સોદો કરી નાખ્યો. બીમારીનુ બહાનુ બનાવીને ગાઝિયાબાદમાં રહેતા પુત્રને વિનંતી કરીને પુત્રવઘુને બોલાવી. ત્યારબાદ ગુજરાતના રહેનારાઓ પાસેથી રૂપિયા લઈને પુત્રવઘુને તેમને હવાલે કરી દીધી. પુત્રની સૂચના પર પોલીસે બારાબંકી રેલવે સ્ટેશન પરથી વેચાયેલી મહિલાને શોધી કાઢી અને ગુજરાતના રહેનારા 8 લોકોની ધરપકડ કરી લીધી. માનવ તસ્કરીના કેસના મુખ્ય અભિયુક્ત અને ગ્રાહક લાવનારા પોલેસની પકડથી દૂર છે. 
 
રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતા એક યુવકે પોલીસને બાતમી આપી હતી કે તેના પિતા ચંદ્રરામ વર્માએ મારી પત્નીને વેચી દીધી છે. ખરીદનારાઓ રેલ્વે સ્ટેશન પર હાજર છે. રેલ્વે સ્ટેશન પર પહોંચેલી પોલીસે યુવકની પત્નીને સલામત રૂપે પરત મેળવી અને તેને ખરીદનારા આઠ લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા આરોપીઓમાં સાહિલ પાંચા, પપ્પુ ભાઈ શર્મા, અપૂર્વા પાંચા, ગીતા બેન, નીતા બેન, શિલ્પા બેન, રાકેશ અને અજય ભાઈ પાંચા બધા રહેવાસી આદેવ આદિનાથ નગર પોલીસ સ્ટેશન ઉમેદા અમદાવાદ (ગુજરાત) નો સમાવેશ છે. પીડિતાના પતિની ફરિયાદના આધારે પોલીસે યુવકના પિતા ચંદ્રરામ અને રામુ ગૌતમની સાથે આઠ આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી ચંદ્રરામ અને રામુ ગૌતમ ફરાર છે.
 
માંદગીના બહાને  પુત્રવધૂને બોલાવવામાં આવી હતી
 
 યુવકે જણાવ્યું હતું કે તે ગાઝિયાબાદમાં ટેક્સી ચલાવે છે. વર્ષ 2019 માં તેણે લવ મેરેજ કર્યા હતા અને પત્નીને લઈને ગાઝિયાબાદ જતો રહ્યો હતો. યુવકના જણાવ્યા મુજબ પિતાએ બીમારીની વાત કરીને વહુને મોકલવાની વાત કરી. જેથી તેણે 2 જૂનના રોજ રાત્રે પત્નીને મોકલી હતી, 3 જૂનની સવારે પત્ની પહોંચી હતી.
 
બારાબંકી આવ્યો તો પત્ની ગાયબ મળી 
 
યુવકે જણાવ્યું કે 3 જૂનની રાત્રે તેને પણ ટ્રેન પકડી અને 4 ની સવારે બારાબંકી પહોંચ્યો હતો  તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની દેખાઈ ન હતી. તેને જાણ થઈ કે કેટલાક બહારના લોકો થોડો સમય પહેલા ઘરેથી નીકળ્યા છે.  યુવકે જણાવ્યું કે તે પિતાના ચરિત્રને જાણતો હતો તેથી તે બસ સ્ટેન્ડ થઈને રેલ્વે સ્ટેશન પહોંચ્યો તો તેને જોયું કે પત્ની કેટલાક લોકો સાથે ઉભી હતી. જેના પર તેણે પોલીસની મદદ લીધી.
 
એંસી હજારમાં નક્કી કર્યો સોદો 
 
રામનગર વિસ્તારના જ એક ગામનો રામુ ગૌતમ, અમદાવાદ ગુજરાતમાં કામ કરતા હતો, તેના પોતાના મિત્ર ચંદ્ર રામ વર્માને જણાવ્યુ કે અમદાવાદના સાહિલ પંચાના લગ્ન માટે છોકરી ખરીદવા માંગે છે.  પૈસા મળવાની વાત સાંભળતા જ ચંદ્ર રામે પોતાની પુત્રવધૂને વેચવાની યોજના બનાવી. આટલું જ નહીં, તેણે પુત્રને પોતાની બીમારીનુ બહાનુ બતાવીને વહુને બોલાવી અને બીજી બાજુ ગુજરાતમાંથી યુવતી ખરીદનારાઓને પણ બોલાવ્યા. ચંદ્રરામ વર્માએ 80 હજાર રૂપિયામાં સોદો નક્કી કર્યો. સાહિઠ હજાર રોકડા અને 20 હજાર કોઈ બહાને પોતાના પુત્રના ખાતામા નખાવ્યા. યુવકે જણાવ્યુ કે રૂપિયા એકાઉંટમાં આવતા તેને શક થયો.