બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 જૂન 2021 (15:25 IST)

વાહન ચાલકો હવે મેમો નહીં આવે પોલીસ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડ ભરવો પડશે,SMS અને વોટ્સએપથી મળશે રસીદ

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિકનાં નિયમોનું પાલન ન કરનારનો દંડ હવેથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડ ભરી શકાશે અને આ માટે ટ્રાફિક પોલીસે ક્રેડિટઅને ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઇપમશીન પણ  ખરીદ્યાં છે. ઉપરાંત દંડની રસીદ પણ મોબાઈલનાં મેસેજ અથવા વ્હોટ્સએપથી મોકલાશે. આગામી અઠવાડિયાથી અમદાવાદ શહેરનાં ટ્રાફિક પોલીસ કેશલેસ અને પેપરલેસ કામ શરૂ કરશે. જેથી ટ્રાફિક પોલીસ દ્વારા થતા ભ્રષ્ટાચારને પણ રોકી શકાશે.આ સાથે જ આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરનારી અમદાવાદ ટ્રાફિક પોલીસ રાજ્યની પહેલી પોલીસ બનશે. શહેરનાં ટ્રાફિક પોલીસ અધિકરીનું કહેવું છે કે,”વાહનચાલકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પણ દંડ ભરી શકે એ મુખ્ય હેતુ છે.” અત્યાર સુધી ટ્રાફિક પોલીસ સ્થળ પર જ દંડ વસુલતી હતી. જેમાં કેટલીક વખત દંડ  ભરનાર  પાસે પૈસા ન હોવાનું પણ સાંભળવા મળે છે. જેથી, અમદાવાદ શહેરનાં ટ્રાફિક પોલીસ દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને આ માટે સ્થળ પર જ ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડ લેવા માટે 900 જેટલાં સ્વાઈપ મશીનો પણ ખરીદવામાં આવ્યા છે. હાલ, મોબાઈલની ઈન્સ્ટોલેશન કામગીરી પૂરી થતાં એ સ્વાઈપ મશીનો ટ્રાફિક પોલીસને ફાળવાશે. જે દંડના મેમોની રસીદ પણ પેપરલેસ કરવા ટ્રાફિક પોલીસે શરૂઆતનાં ધોરણે મોબાઈલમાં મેસેજ અથવા વ્હોટ્સએપથી રસીદ મોકલાવનું શરૂ કર્યું છે. હાલ,શહેરનાં એક પોલીસ સ્ટેશનમાં આ કામગીગી શરૂ કરવામાં આવી છે.જ્યારે શહેરનાં બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આગામી દિવસોમાં આ પ્રમાણે કામગીરી શરૂ કરાશે. ઉપરાંત ટ્રાફિક પોલીસ સ્વાઈપ મશીનથી દંડ વસૂલશે અને મેસેજથી દંડ ભર્યાની રસીદ આપશે એ તમામનો ડેટા ટ્રાફિક પોલીસના અધિકારીઓ ઓનલાઈન પણ જોઈ શકશે, જેથી ટ્રાફિક પોલીસ દ્વારા  મેમોમાં તારીખ અને દંડની રકમ કે કોઇપણ પ્રકારનો ફેરફાર કરીને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેને  રોકી શકાશે. ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને મોબાઈલમાં SMS અથવા વ્હોટ્સએપ દ્વારા મેસેજ કરશે. જેથી, ટ્રાફિક પોલીસના સર્વરમાં દંડ ભરનારનો મોબાઈલ નંબર, એડ્રેસ અને આધાર કાર્ડ સહિતની તમામ માહિતી મળશે. ઉપરાંત વાહનચાલક પાસે પણ દંડ ભર્યાની રસીદ મોબાઈલ ફોનના મેસેજમાં જ રહેશે જેથી તે  ભવિષ્યમાં પણ ઉપયોગી બનશે.