મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 એપ્રિલ 2021 (17:58 IST)

વોટ્સએપથી બિભત્સ મેસેજ મોકલી હેરાન પરેશાન કરતા ઇસમને પકડી પાડતી સાયબર ક્રાઇમ, અમદાવાદ શહેર.

આ કામના ફરીયાદીશ્રી નાઓએ સાયબર ક્રાઇમ ખાતે ફરીયાદ આપેલ કે કોઇ અજાણ્યો વોટ્સએપ નંબરનો ધારક તેમને વોટ્સએપ મેસેજ કરી તેમની પત્ની વિશે બિભત્સ પ્રકારના મેસેજ તેમજ તેમની પત્નીના બિભત્સ ફોટા મોકલી હેરાન પરેશાન કરી પોતાના લગ્ન તોડવાની કોશિષ કરી રહેલ છે  વિગેરે મુજબની રજુઆત આધારે અત્રેના પો.સ્ટે. ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનાની આગળની તપાસ પો.ઇન્સ. શ્રી બી.કે.ગમાર નાઓનો સોંપવામાં આવેલ. 
 
 હાલના ટેક્નોલોજી યુગમાં મોટા પ્રમાણમાં લોકો વોટ્સએપ સોશીયલ મીડીયાના માધ્યમનો ઉપયોગ કરી અંગત અદાવત રાખી વોટ્સએપના માધ્યમથી બિભત્સ પ્રકારના મેસેજ તેમજ બિભત્સ પ્રકારના ફોટો/વીડીયો મોકલી  ગુનાહિત પ્રવૂતિ આચરતા હોય જે બાબતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચના અધિક પોલીસ કમિશનર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, સાયબર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર શ્રી અમિત વસાવા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે.એમ.યાદવ સાહેબ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ ઉપરોક્ત બનાવને ગંભીરતાથી લઇ આવા ગુના ત્વરીત શોધી કાઢી આરોપી પકડી પાડવા સાયબર સેલના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી બી.કે.ગમાર નાઓને હુકમ કરતાં વુ.મ.સ.ઇ શ્રી રમીલાબેન જીલુભાઇ નાઓએ ફરીયાદીને હેરાન પરેશાન કરનાર વોટ્સએપ મોબાઇલ નંબરના ધારકના મોબાઇલ નંબરોનુ ટેકનિકલી એનાલીસી કરી ફરીયાદીને બિભત્સ મેસેજ તેમજ બિભત્સ પ્રકારના ફોટો મોકલનાર કલ્પેશકુમાર સન/ઓફ વાસુદેવભાઇ કેશવલાલ જોષી, ઉ.વ.૩૫, ધંધો- ટ્યુશન ક્લાસીસ/વેપાર, રહે.૨/૪૬, સરકારી ડેરી પાસે, નવેરીયા વાસ, ગામ- મક્તુપુર, તા.ઉંઝા, જિલ્લો- મહેસાણા ને પકડી પાડી તા.૧૫/૪/૨૦૨૧ ના રોજ અટક કરવામાં આવેલ છે. અને આરોપીએ તેને ત્યાં ટ્યુશન ક્લાસ કરવા આવતા વિદ્યાર્થીના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીને બિભત્સ મેસેજ/ફોટો મોકલેલ હોય ગુનામાં વાપરેલ મોબાઇલ ફોન તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.   
 
આરોપીની ગુનામાં ભુમિકા :- આરોપીએ પોતાને ત્યાં ટ્યુશન ક્લાસ માટે  આવતા વિદ્યાર્થીના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી આરોપીને ત્યાં અગાઉ ટ્યુશન ક્લાસીસ લેવા જતા ફરીયાદીના પત્નીએ આરોપીના ત્યાં ટ્યુશન ક્લાસ લેવા જવાનુ બંધ કરી દેતા આરોપીને આર્થિક નુકશાન થતા તેની અદાવત રાખીને આરોપીને ફરીયાદીની પત્ની વિશે બિભત્સ પ્રકારના મેસેજ તેમજ ફરીયાદીની પત્નીના બિભત્સ પ્રકારના ફોટો ફરીયાદીને મોકલી હેરાન પરેશાન કરી ગુનો કરેલ છે. 
 
આરોપીએ બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલ છે અને અભ્યાસ કર્યા બાદ પોતાના ગામ મક્તુપુર ખાતે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તેમજ સાથે સિધ્ધપુરમાં રેડીમેડ ગારમેન્ટનો વેપાર ધંધો કરે છે.