બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated :ગાંધીનગર , શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (14:24 IST)

ગાંધીનગરમાં યોજાયેલા ટ્રેડ શોમાં સ્પેસ શટલનું હેબીટાટ અંતરિક્ષયાનનો અનુભવ કરાવશે

The Space Shuttle Habitat
The Space Shuttle Habitat
 વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે અંતિમ દિવસ છે. ગઈ કાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગિફ્ટ સિટીમાં ઉડતી કારની સુવિધા શરૂ થવાની વાત કરી હતી. તેની સાથે હવે સ્પેસ સ્ટેશનની પણ ચર્ચાઓ તેજ બની છે. અવકાશયાત્રીઓ સ્પેશ સ્ટેશનમાં કેવી રીતે રહે છે અને કેવી સ્થિતિ હોય છે તેનો જો અનુભવ કરવો હોય તો ગાંધીનગરમાં ટ્રેડશો ખાતે આબેહૂબ સ્પેસ સ્ટેશન જોવા મળશે. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં અવકાશયાત્રી 24 મહિના જેટલો સમય વિતાવતા હોય છે, ત્યારે ત્યાં તેઓ કેવી સ્થિતિમાં રહેતા હોય છે તે કેવી વસ્તુઓ વાપરતા હોય છે. આવી તમામ નાનામાં નાની વાત વિશે જાણી શકાશે. 
The Space Shuttle Habitat
The Space Shuttle Habitat
ટ્રેડ શોમાં સ્પેસ શટલનું હેબીટાટ તૈયાર કરવામાં આવ્યુ
ગાંધીનગર ખાતે યોજાયેલા ટ્રેડ શોમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ડોમમાં એક સ્પેસ સ્ટુડિયો તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્ટુડિયોમાં સ્પેસમાં કેવી રીતે  રહી શકાય તે જણાવાયુ છે. સ્પેસમાં કોઈ વ્યક્તિ જાય તો જમવુ, રહેવુ, ઊંઘવુ, અભ્યાસ કરવો તથા બાથરૂમ સહિત તમામ વ્યવસ્થા હોય છે. અવકાશ યાત્રીઓ અનેક મુશ્કેલીઓ વચ્ચે એક નાનકડા રૂમ જેટલી જગ્યામાં તમામ વ્યવસ્થાઓ સાથે રહેતા હોય છે. આકા સ્પેસ સ્ટુડિયો દ્વારા ગ્લોબલ ટ્રેડ શોમાં સ્પેસ શટલનું હેબીટાટ તૈયાર કરવામાં આવ્યુ છે. આ હેબીટાટ આબેહૂબ સ્પેસ શટલ જેવું છે. બહારથી પણ સ્પેસ શટલ જેવો જ આકાર આપવામાં આવ્યો છે. 
 
સ્પેસ શટલ જેવી જ સુવિધાઓ ઊભી કરાઈ
સ્પેસ સ્ટુડિયોની અંદર પણ દરવાજાથી લઈને છેક સુધી સ્પેસ શટલ જેવી જ સુવિધાઓ ઊભી કરાઈ છે. તેની અંદર બેસતા જ સ્પેસ શટલમાં બેસવાનો અનુભવ થાય છે. સ્પેસ સ્ટુડિયોમાં અંદર જતા જ દરવાજા પાસે બાથરૂમ બનાવવામાં આવ્યું હતું. સ્પેસ શટલમાં પણ આ પ્રકારનું જ બાથરૂમ હોય છે. ત્યારબાદ અંદર હાઈડ્રો પોનિક કિચન પણ હતું જ્યાં ભોજન બનાવીને ત્યાં જ ખાવાનું હોય છે. કિચનની બાજુમાં સુવા માટે એક બેડ હતો જ્યાં એક માણસ આરામથી ઊંઘી શકે છે. બેડની બાજુમાં સ્ટડી ટેબલ હતુ જ્યાં બેસીને અભ્યાસ કરી શકાય છે. સ્ટડી ટેબલની બાજુમાં અલગ અલગ ડ્રોવર હતા. એક નાનકડા રૂમ જેટલી જગ્યામાં જ આ તમામ સુવિધા ઊભી કરવામાં આવી હતી.