બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (15:19 IST)

રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ ફિ સીધે સીધી જે તે સંસ્થામાં સરકાર દ્વારા જ જમા કરાવી દેવાશે.રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજની કેબિનેટમાં બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશ મુજબ આજે વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતોને ધ્યાને રાખી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. તે માટે નવી FRC/Fee Fixation Committee અંગે વિચારણા કે નિર્ણય ન થાય ત્યાં સુધી (૧) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે તા.૯/૨/૨૦૨૨ના પત્રથી જે નિર્ણય લેવામાં આવેલ છે. તે મુજબની વ્યવસ્થા (નિર્ણય) શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ અને તે પછીના વર્ષોમાં પણ યથાવત રહે અને (૨) આદિજાતી વિકાસ વિભાગ દ્વારા પણ ST કેટેગરીના વિદ્યાર્થીઓને થતી શિષ્યવૃત્તિની ચુકવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર થાય તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે અંદાજિત ૬ હજાર જેટલા એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ થશે જેની પાછળ રૂ.૧૨ કરોડનો ખર્ચ થશે. જ્યારે એસ.ટી કેટેગરીના ૧૨ હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે જેની પાછળ રૂ.૨૪ કરોડનું ચૂકવણી સરકાર કરશે