સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (14:19 IST)

અંબાજી સહિતના 9 શક્તિ કેન્દ્રો પર ગરબાનું રાજ્ય સરકાર ભવ્ય આયોજન કરશે, GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબા થશે

garba vadodara
ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. પરંતુ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કરતાં આ વખતે ગરબા રસીકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્રો સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન કરવામાં આવશે તેવો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષથી નવરાત્રીમાં માં અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતાં પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજુરી આપવામાં આવી નહોતી. પરંતુ આ વખતે સરકારે મંજુરી આપતાં ગરબાની મજા માણી શકાશે.

નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે