શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (15:29 IST)

Cabinet OF CM- આજે નહીં યોજાય મંત્રીમંડળની શપથવિધિ

રવિવારે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા અને પ્રધાન મંડળનો શપથ સમારોહ ગુરુવારે યોજાવવાનો હતો પણ આજે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવમાં આવતા આજે શપથ વિધી યોજાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. 
 
ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 15 સપ્ટેમ્બરનેના રોજ સવારે 12. વાગ્યે થવાની હતી પણ  ભાજપે તમામ ધારાસભ્યોને 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચવા આદેશ આપ્યો, હતો પણ કેટલાક વિવાદ થતા તે બપોરે 4 કલાકે યોજાવવામાં આવ્યા પણ અત્યારે સમાચાર આવી રહ્યા છે શપથ સમોરાહ  આજે નહીં યોજાય મંત્રીમંડળની શપથવિધિ. નવા મંડળની શપથવિધિ આજે નહીં યોજાય ગુરુવારે યોજાશે મંત્રી મંડળની શપથવિધિ

જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળને લઈને મોટી ઉથલ પાથલના ભણકારા વાગી રહ્યા છે. 

ગુજરાતમાં મુખ્યમંત્રે પદથી વિજય રૂપાણીની વિદાય અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળને લઈને મોટી ઉથલ પાથલના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાતમાં મંત્રીમંડળના સભ્યોને 2 વાગ્યે શપથ અપાવવાની હતી પણ તેને ટાળીને 4 વાગ્યે કર્યો હતો પણ પછી તેને પણ ટાળ્યુ છે. 
 
અમદાવાદના ભાજપના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણે ધારાસભ્ય નિવાસ્થાન ખાતે પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોડી રાત્રે ભાજપના ધારાસભ્યોને પક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સવારના 10:00 સુધીમાં તેઓ ધારાસભ્ય નિવાસ્થાન ખાતે પહોંચી જાય જેથી આજથી તમામ ધારાસભ્યો ધારાસભ્ય નિવાસ્થાન સાથે પહોંચ્યા છે આ ઉપરાંત ભાજપ પક્ષ એ હંમેશા સરપ્રાઈઝ આપવા માટે તૈયાર જ હોય છે જેથી નવા મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓ જોવા મળશે જેથી લોકોને આશ્ચર્ય થશે.

નવા ચહેરાની જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરા તરીકે ઋષીકેશ પટેલ, જે.વી. કાકડિયા, નીમાબેન આચાર્ય, હર્ષ સંઘવી અથવા તો સંગીતા પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદી, ભાવનગરથી જીતુ વાઘાણી, આત્મારામ પરમાર, પ્રદિપસિંહ જાડેજા નવા ચહેરા તરીકે કેબિનેટ કક્ષાના પ્રધાનોમાં સ્થાન મેળવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. નીતિન પટેલના સ્થાને ઋષિકેશ પટેલ કે જે મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમને સ્થાન આપવામાં આવશે.