મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (14:17 IST)

31 ઓક્ટોબરથી કોંગ્રેસની પરિવર્તન યાત્રા શરૂ થશે, 175 બેઠકો પર કેન્દ્રના નેતાઓ પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ તો 73 ઉમેદવારો પણ જાહેર કરી દીધાં છે. જ્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે સપ્ટેમ્બરમાં ઉમેદવારો જાહેર કરવાની વાત કરનાર કોંગ્રેસ પક્ષ હજી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શક્યો નથી.

બીજી બાજુ કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ હવે પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે. આ દરમિયાન કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબરથી ગુજરાતના 5 ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા ફરશે. આ પાંચય ઝોનમાં પરિવર્તન યાત્રાને કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ પ્રસ્થાન કરાવશે.ગુજરાતના પાંચ ઝોનમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં અશોક ગેહલોત પાલનપુરથી ઉત્તર ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. ભૂપેશ બઘેલ ફાગવેલથી મધ્ય ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. તેમજ દિગ્વિજય સિંહ નખત્રાણાથી સૌરાષ્ટ્રની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ પ્રારંભ કરાવશે. જ્યારે કમલનાથ સોમનાથથી સૌરાષ્ટ્રની બીજી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે. મુકુલ વાસનિક જંબુસરથી દક્ષિણ ગુજરાતની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરાવશે.કોંગ્રેસની પાંચ પરિવર્તન સંકલ્પ યાત્રા ગુજરાતની 175 વિધાનસભા બેઠકમાં ફરશે.ગુજરાત કોંગ્રેસના નેતાઓને મલ્લિકાર્જુન ખડગે તરફથી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. ઉમેદવારોના નામને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આગામી સમયમાં ગુજરાત મુલાકાતે આવવાની ખડગેએ તૈયારી દર્શાવી છે. 29 ઓક્ટોબરે ખડગે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. અગાઉ 19 ઓક્ટોબરે ગુજરાત કોંગ્રેસની દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટી મળી હતી. જેમાં ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે.ટ