1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 3 જુલાઈ 2023 (11:59 IST)

Surat News - સુરતમાં 3 મિત્ર બાઈક પર ફરવા નીકળ્યા હતાં, પોલીસને જોઈ ભાગવા બસની અટફેડે આવતાં એકનું મોત

surat news
surat news
Surat Samachar - સુરતના ઉમરવાડા ખાતે 18 વર્ષીય ફરીદ શેખ પરિવાર સાથે રહેતો હતો. પિતા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર 20 વર્ષથી સુરતમાં રહે છે. પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. ફરીદ કાપડની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. ગત રોજ રવિવારની રજા હોવાના કારણે ફરિદ બે મિત્રો સાથે બાઈક પર ફરવા નીકળ્યો હતો. દરમિયાન અરુણવ્રત દ્વાર પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર ટ્રાફિક પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટ બાઈક ઘૂસાડી દીધી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતાં ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નિપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ હતો. જ્યારે અન્ય બે યુવકોની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

બીઆરટીએસ બસ ડ્રાઈવરોની બેદરકારી 
સામાજિક કાર્યકર કમરૂભાઈ શેખે જણાવ્યું હતું કે, ઉમરવાડામાં રહેતા ત્રણ મિત્રો વેસુ ફરવા નિકળ્યા હતા. વેસુ પાસે પોલીસને જોઈને બાઇક બીઆરટીએસ રૂટમાં ઘૂસાડી દીધી. જો કે પાછળ આવતી બીઆરટીએસ બસ ફૂલ સ્પીડમાં હતી અને આ ત્રિપલ સવારી બાઈકને અડફેટે લીધા હતા. પાછળ બેઠેલા બે યુવાનને વધારે વાગ્યું હતું. જેમાંથી એકનું મૃત્યુ થયું છે. બસનો ડ્રાઇવર ભાગી ગયો હતો. બીઆરટીએસવાળા પોતાના ઘરનું હોય તેમ બસ ચલાવે છે. મૃતકના પરિવારને ન્યાય મળે તેવી અમારી માગ છે.સુરતમાં સિટી અને બીઆરટીએસ બસ અકસ્માતોને લઈને સતત વિવાદમાં રહે છે. બે દિવસ પહેલા જ બીઆરટીએસ બસ,  બસ સ્ટેન્ડમાં ઘૂસાડી દીધી હતી. જેમાં ચાર જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે હવે બીઆરટીએસ બસે અડફેટે લેતાં એક યુવકનું મોત થયું છે.

અકસ્માત બાદ ડ્રાઇવર બસ મૂકીને ભાગી ગયો હતો. હાલ તો વેસુ પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.