રવિવાર, 1 ઑક્ટોબર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 જૂન 2023 (18:11 IST)

The wall of Atal Bridge collapsed- અટલ બ્રીજની દિવાલ ધરાશાયી

atal bridge
The wall of Atal Bridge collapsed- એક તરફ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છ મહિનાના ટૂંકા ગાળામાં અટલ પુલની સુરક્ષા દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વડોદરાના મનીષા ચોકડી પાસે પુલની સુરક્ષા દિવાલ ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. 
 
જેના કારણે પુલની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે. આજે સવારથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે સુરક્ષા દિવાલ ધરાશાયી થયાના અહેવાલો છે.

આ ઘટના સામે આવ્યા બાદ વડોદરા રોડ બ્રાન્ચ વિભાગના કાર્યપાલક ઈજનેર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.