ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 15 જૂન 2021 (12:52 IST)

મારા પતિ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી સામે નાહવા કહે છે, દિવસ- રાત જોયા વગર મારી સાથે સંબંધ બાંધે છે

પરિણીતાએ પતિની વિકૃત હરકતોથી કંટાળી મહિલા હેલ્પલાઈનની મદદ લીધી.

સમાજમાં દિવસે દિવસે લોકોની વિકૃતતા ઘૃણ બની રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક પરિણીતાએ પતિની સેક્સ પ્રત્યેની વિકૃતતાને લઈ મહિલા હેલ્પલાઈન અભ્યમ 181ની મદદ લીધી હતી. પતિ પત્નીને બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી નહાવાનું કહેતો હતો. 13-16 વર્ષના બે દીકરા ઘરમાં હાજર હોય તો પણ સેક્સની માગણી કરી ઘરની બહાર જતા રહેવા કહેતો હતો. દિવસ રાત જોયા વગર બેથી ત્રણ વખત સેક્સ કરવાનું કહેતો હતો. પતિ પત્નીને તેના બનેવી સાથે અફેર હોવાની શંકા રાખતો હતો. પતિના મનમાં શંકા છે કે મારા બનેવી સાથે અફેર છે. 
 
શહેરના મણિનગર વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઈનને એક મહિલાનો ફોન આવ્યો હતો કે મારા પતિ બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખી સામે નાહવાનું કહે છે અને ના કહું તો ઝઘડો કરી મારઝૂડ કરે છે. જેથી હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે પતિ-પત્નીના લગ્નને 18 વર્ષ થયાં છે અને 13-16 વર્ષના બે દીકરા છે. બંને છોકરાઓની હાજરીમાં સેક્સ માટે જબરજસ્તી કરે છે અને છોકરાઓને કહે છે કે અમારો સુવાનો ટાઈમ થયો છે તમે બંને બહાર જાઓ હું કહું ત્યારે ઘરે આવજો. દરરોજ સેક્સ માટે કહેતા હતા. આંશિક લોકડાઉનમાં ધંધો બંધ હોવાથી દિવસ રાત જોયા વગર તેઓ સેક્સ કરતા હતા. દિવસમાં બે - ત્રણ વખત સેક્સ કરું તો બહાર બીજા સાથે સંબંધ ન રાખે તેમ કહેતા હતા.
 
 
મનમાં બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ ન રાખે તેવી શંકા તેઓને હતી. આવી હરકતોથી કંટાળી મહિલા હેલ્પલાઈનની મદદ લેતા તેઓએ પતિ અને મહિલાના બનેવીને બોલાવી સમજાવ્યા હતા. પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી. મનમાં જે શંકા હતી તેને દૂર કરવામાં આવી હતી. પતિએ પત્ની સાથે જબરદસ્તીથી સંબંધ ન રાખવા તેઓ બાંહેધરી આપી સુખદ અંત લાવ્યા હતા.