શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 નવેમ્બર 2021 (11:57 IST)

ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરમાં બનશે સૌથી મોટું ભોજનાલય

ગુજરાતના જગ વિખ્યાત સાળંગપુરધામમા  સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યુ છે.  ચાર ડાઈનિંગ હોલ સાથે ટેબલ ખુરશી પર 4000 ભાવિકો એકસાથે પ્રસાદ લેશે. હાઇટેક કિચનમાં ગૅસ , અગ્નિ અને વીજળી વગર રસોઈ બનશે . આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે . આ ભોજનાલયની વિશેષતા એ હશે કે એમાં ગૅસ , અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે . મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે . હાલ અહીં 160 થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે
 
આમ તો મંદિર પરિસરમાં ભોજનાલય છે પણ તે ત્રીસ વર્ષ જૂનું છે , જેમાં નિઃશુક્લ દાદાનો પ્રસાદ આપવામાં આવે છે . સાળંગપુરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે , જેને લીધે ભોજનાલયમાં પ્રસાદ માટે લાંબી લાઇનો લાગે છે શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એટલે મંદિરના પૂજારી અને સ્વામી સંગઠન  દ્વારા વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરાયું હતું . આ નવું ભોજનાલય અંદાજે 35 થી 40 કરોડ રૂપિયાના ખર્ચે બનશે . આગામી દિવાળી પર્વ પહેલાં આ ભોજનાલય શરૂ કરવાની યોજના છે