1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (13:48 IST)

ગુજરાતની અદાલતોમાં 18.75 લાખ કેસ પેન્ડિંગ છે, 14.23 લાખ કેસ ક્રિમિનલ જ્યારે 4.52 લાખ સિવિલ છે

gujarat court
તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જ્યુડિશિયલ કોન્ફરન્સમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘સમય વેડફવો, એ પૈસા વેડફવા બરાબર છે, ગુજરાતીઓ તે સારી રીતે જાણે છે’. હકીકત એ છે કે રાજ્યની તમામ અદાલતોમાં મ‌ળીને કુલ 18.75 લાખ કેસો પેન્ડિંગ છે. જેમાંથી 14.23 લાખ કેસ ક્રિમિનલ જ્યારે 4.52 લાખ સિવિલ છે.

આ પેન્ડિંગ કેસોમાંથી 80 હજારથી વધારે કેસ એવા છે જે સિનિયર સિટિઝન્સ દ્વારા જ્યારે એક લાખથી વધારે કેસ મહિલાઓ દ્વારા ફાઇલ કરવામાં આવેલા છે.રાજ્યમાં 1.62 લાખ કેસ એવા છે જે 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી પેન્ડિંગ છે. 37 હજાર કેસ 20 વર્ષ કરતાં વધુ સમયથી પેન્ડિંગ છે.

સમગ્ર દેશમાં 4.11 કરોડથી વધારે કેસો પેન્ડિંગ છે. બે કેસ 50 વર્ષથી પેન્ડિંગ છે જેમાં એક કેસ 1964ના વર્ષનો છે જ્યારે બીજો કેસ 1970નો છે. ગુજરાત હાઇકોર્ટમાં 1.58 લાખ કેસ પેન્ડિંગ છે. જેમાં 1.05 લાખ સિવિલ કેસ અને 53 હજારથી વધારે ક્રિમિનલ કેસ છે. જેમાં 53,600 કેસ 5થી 10 વર્ષ જૂના છે. 18,500 કેસ 10થી 20 વર્ષ જૂના છે. 1200થી વધારે કેસ 20 વર્ષથી પણ વધારે જૂના છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાં આપવામાં આવેલા આંકડાઓના આધારે આ વિગતો બહાર આવી છે.2015ના માર્ચ મહિનામાં ગુજરાત હાઇકોર્ટમાં જજોની 10 વધુ જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી. રાજ્યની અન્ય અદાલતોમાં કુલ મંજૂર સ્ટ્રેન્થ 1,523 છે જેની સામે હાલમાં 1,17