બુધવાર, 5 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 5 ફેબ્રુઆરી 2025 (13:32 IST)

Todays Live News- ગુજરાતમાં વર્તાશે ઠંડીનો ચમકારો, સર્જાશે વાદળછાયું વાતાવરણવડોદરામાં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

 ફરી હવામાન પલટાય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાય તેવી પણ શક્યતા છે.
 
ગુજરાતમાં હાલ દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના નજીકના કેટલાક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.
 
હવે રાજ્યમાં બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા હાલ દેખાઈ રહી છે.
 
આ ઉપરાંત ગુજરાતના ઘણા વિસ્તારોમાં સોમવારથી ગાઢ વાદળો જોવા મળે તેવી શક્યતા છે અને તેના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે.
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમ તરફથી એક બાદ એક સિસ્ટમો આવી રહી છે અને તેની અસર ઉત્તર ભારત પર થઈ રહી છે. હવે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનશે જેની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા છે.
 
એક સિસ્ટમની અસર હાલ ભારત પર થઈ રહી છે અને તે જશે તે સાથે જ નવું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી જશે. જે સોમવારથી લઈને બુધવાર સુધી અસર કરે તેવી શક્યતા છે.
 
જોકે, હવામાન વિભાગે હાલ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી નથી પરંતુ વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે કે રાજ્યમાં હવામાન પલટાઈ શકે છે.
 
 

10:48 AM, 5th Feb
 
વડોદરામાં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી
 
વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ઘણાને નાની-મોટી ઈજાઓ થઇ હતી. જ્યારે ડ્રાઈવર અને બે વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજાઓ થઇ. 


10:48 AM, 5th Feb
 
સુરેન્દ્રનગરમાં  77 વર્ષીય વૃદ્ધા સાથે ગુજાર્યો બળાત્કાર
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં એક નરાધામે 77 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર ગુજાર્યો છે. સુરેન્દ્રનગરના એક ગામમાં મકાનના નાળિયા તોડી એક નરાધમ ઘરમાં ઘૂસ્યો હતો. જે બાદમાં 77 વર્ષના વૃદ્ધા સુતા હતા ત્યારે આ ઇસમે બળાત્કાર ગુજાર્યો હતો
 

10:44 AM, 5th Feb
 
 
અમેરીકાથી પરત આવતા લોકોમાં ગુજરાતીઓનો પણ સમાવેશ, ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા
 
 ગાંધીનગર જિલ્લાના 9 લોકોના નામ સામે આવ્યા છે. ખાસ કરીને માણસા, કલોલ આસપાસના ગામોના લોકો અમેરીકાથી સ્વદેશ પરત આવશે. આ લોકોની સાથે તમામ ભારતીયો આજે અંબાલા એરપોર્ટ પર ઉતરશે.
 
કેતન દરજી, ખોરજ, ગાંધીનગર
પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર
બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા
ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા
માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા
મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા
હેયાન ગોહિલ, બોરૂ, માણસા