શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 25 ડિસેમ્બર 2022 (09:32 IST)

ગુજરાતના કચ્છમાં ખાણની સાઇટ પર દીવાલ ધસી પડતાં ત્રણનાં મૃત્યુ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર શનિવારે ગુજરાતના કચ્છના ખાવડામાં ખાણકામ માટેની સાઇટ પર સાઇડ વૉલ (દીવાલ) ધસી પડતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
 
સ્થાનિક પોલીસને ટાંકીને અખબારે આ જાણકારી આપી છે.
 
પોલીસે આપેલ વિગતો અનુસાર શુક્રવારે સાંજ છ-સાત વાગ્યાની આસપાસ આ ઘટના ત્યારે બની હતી જ્યારે ભાઠાની 50 ફૂટ ઊંચી દીવાલ એક જેસીબી અને ટ્રક પર પડી ગઈ હતી.
 
પોલીસે આગળ જણાવ્યું હતું કે, “આ ઘટનામાં ત્રણ લોકો દીવાલ નીચે દબાઈ ગયા હતા, શુક્રવારે રાત્રે આઠ વાગ્યે શરૂ કરાયેલ સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન શનિવારે ત્રણ વાગ્યે સમાપ્ત થયું હતું, ઘટનામાં ત્રણેય લોકોનાં મૃત્યુ થયાં હતાં.”
 
મૃતકો પૈકી એક જેસીબી ચાલક હતા જ્યારે અન્ય બે દીવાલ પાસે ઊભેલ વાહન ઠીક કરી રહ્યા હતા.