This website gujarati.webdunia.com/article/regional-gujarat-news/three-lions-were-supposed-to-hunt-turtles-in-the-gir-forest-but-escaped-with-a-strong-shield-122020900025_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.
Viral Video - ગીર જંગલમાં ત્રણ સિંહોને કાચબાનો શિકાર કરવો હતો, પણ મજબૂત કવચથી હાંફી ગયા
ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક બનેલી વન્ય જીવસૃષ્ટિની એક દુર્લભ ઘટના સામે આવી છે. જેમાં ડેમ કાંઠે જઈ રહેલો કાચબો ત્રણ સિંહોની નજરમાં આવતા સિંહોએ આ કાચબાને મોઢામાં પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો હતો.
જોકે, કાચબા એ મો અંદર કરી લેતા સિંહો કાચબાનો શિકાર કરવામાં અસફળ રહ્યા હતા. શરીર પર મજબુત કવચ ધરાવતા કાચબાનો શિકાર કરવા ત્રણેય સિંહોએ ખૂબ મહેનત કરી પરંતુ સફળ થયા ન હતા. જેથી આખરે હાંફી જઈ થોડે દુર બેસી ગયા હતા. બાદમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો.એશિયાટિક સિંહોના નિવાસસ્થાન ગીર જંગલમાં વન્યપ્રાણીઓ વચ્ચે અનેક દુર્લભ ઘટનાઓ બને છે. પરંતુ તે પૈકી જુજ ઘટનાઓ સામે આવવાની સાથે વન વિભાગના કર્મચારીઓના કેમરામાં કેદ થાય છે. ત્યારે ગીર જંગલમાં આવેલા કમલેશ્વર ડેમ નજીક આવી જ એક દુર્લભ ઘટના કેમેરામાં કેદ થયાનું સામે આવ્યુ છે. જેની જાણવા મળેલ વિગતો મુજબ ત્રણ સિંહો ડેમ નજીક લટાર મારી રહ્યા હતા. તે સમયે ડેમમાંથી નીકળેલો એક કાચબો ત્યાં પોતાનું મો બહાર રાખી હલન ચલન કરતો હતો.આ ધ્યાનમાં આવતા એક સિંહે કાચબાને પકડયો હતો. તે સમયે તુરંત જ કાચબાએ પોતાનું મો અંદર કરી લીધું હતું.
બાદમાં સિંહે કાચબાનો શિકાર કરી મારી નાખવા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મજબૂત શરીરનું કવચ ધરાવતા કાચબાને કોઈ અસર થઈ ન હતી. એક પછી એક ત્રણેય સિંહોએ આ કાચબાને મો મા પકડી અને પગ ઉપર રાખી નખથી ખોલવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં એક પણ સિંહ સફળ થયા ન હતા. આખરે કાચબાને મજબૂત કવચના લીધે ત્રણેય સિંહો હાંફી ગયા હતા અને થોડે દુર જઈ બેસી ગયા હતા. થોડી વાર બાદ કાચબાએ મોઢું બહાર કાઢી પહેલા આસપાસ જોઈ લીધું હતું અને બાદમાં ત્યાંથી ડેમના પાણી તરફ ચાલતો થયો હતો. કાચબો ચાલતો થતા ફરી ત્રણેય સિંહોની નજર જતા તેઓ પાછળ ગયા હતા. પણ ત્યાં સુધીમાં કાચબો ડેમના પાણીમાં જતો રહ્યો હતો.