શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (15:20 IST)

ગુજરાત યુનિવર્સિટીના GUSECને સ્ટાર્ટઅપમાં નિવેશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 5 કરોડની ગ્રાન્ટ મળી

કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવેલ "સ્ટાર્ટઅપ ઇન્ડિયા" અંતર્ગત સીડ ફંડ સ્કીમમાં ગુજરાત યુનિવર્સિટીના જિયુસેકની પસંદગી કરવામાં આવી છે.આ સહયોગ દ્વારા જિયુસેક હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સમાં સીડ ફંડનું રોકાણ કરી શકશે.

સ્ટાર્ટઅપ્સ આ સ્કીમ દ્વારા રૂ.50 લાખ સુધીનું ફંડિંગ સપોર્ટ મેળવી શકશે.જે ટૂંક સમયમાં જિયુસેક ખાતે શરૂ કરવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે, રસ ધરાવતા સ્ટાર્ટઅપ્સે ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને અરજી કરવાની રહેશે.લાંબા સમયથી જિયુસેક સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ,ફાઇનાન્સ, ખાનગી રોકાણો, લેબોરેટરી સપોર્ટ, પેટન્ટ સપોર્ટ, ઓફિસ સ્પેસ વગેરે જેવા તમામ જરૂરી સમર્થન સાથે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક પહેલ, જિયુસેકને હવે વિવિધ વૈશ્વિક, રાષ્ટ્રીય અને રાજ્ય સમર્થકો જેમ કે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, નીતિ આયોગ, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, યુનિસેફ, SSIP, ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.જીયુસેક ઈન્ક્યુબેટેડ ઋત્વિજ દસાડિયાના સ્ટાર્ટઅપ બૂઝ સ્કૂટર્સને (ઈલેકટ્રોનિક સ્કૂટર) એક ટીવી ચેનલના પ્રોગ્રામમાં નાણાકીય સપોર્ટ મળ્યો હતો. આઈઆઈએમ-અમદાવાદમાં અભ્યાસ કરી ચૂકેલા વિનિતા સિંઘ (સુગર કોસ્મેટિકના સીઈઓ) અને અશ્વનીર ગ્રોવર (ફાઉન્ડર, ભારત પે, મોબાઈલ પેમેન્ટ કંપની)એ તેમને રૂ. 40 લાખનો નાણાકીય સપોર્ટ જાહેર કર્યો છે. ગત ડિસેમ્બરમાં આ એપિસોડ પ્રસારિત થયો હતો. ગુજરાત યુનિવર્સિટીએ ઋત્વિજ દસાડિયાના સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી કેમ્પસ આંતરિક ટ્રાન્સપોર્ટેશન માટે આ ઈલેક્ટ્રોનિક સ્કૂટરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડયાએ કહ્યું હતું કે, જીયુસેકે 2018માં દેશઉપોયોગી સ્ટાર્ટઅપકર્તાઓની અરજી મંગાવી હતી. જેમાંથી ઋત્વિજ દસાડિયાની અરજી સ્વીકારાઈ હતી. શિક્ષણ વિભાગની એસએસઆઈપી મુજબ તેને રુ. 2 લાખની સહાય અપાઈ છે.