બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (14:00 IST)

પરીક્ષાઓને લઈને ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પરીક્ષા માટે આપ્યા બે વિકલ્પ

ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળુ સત્રની પરીક્ષા શરુ થવાની હતી, પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ ગુજરાત યુનીવર્સિટી દ્વારા અગામી સમયમાં વિગતવાર જાહેર કરવામાં આવશે.

 
ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતભરના અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે ઓફલાઈન લેવી શક્ય નથી. જેને પગેલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં ઓફલાઈન પરીક્ષામાં કેન્દ્ર પર આવીને પરીક્ષા આપવાની રહેશે, જ્યારે ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા આપી શકશે.
 
આ પરીક્ષાને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. વિગતવાર પરીક્ષાનો કાર્યક્રમ યુનિવર્સિટી જાહેર કરશે, જે બાદ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે બાદમાં પરીક્ષા યોજવામાં આવશે.