શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (01:23 IST)

શિયાળુ સત્ર - Cryptocurrencyને બૈન કરશે કેન્દ્ર સરકાર ! સંસદમાં બિલ લાવીને બનાવશે કાયદો

ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેશન અંગે, સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 (Cryptocurrency and Regulation of Official Digital Currency Bill 2021)રજૂ કરી શકે છે. એનડીટીવીના અહેવાલ મુજબ આ શિયાળુ સત્રમાં સરકાર 26 બિલ રજૂ કરશે.
 
ડિજિટલ કરન્સી બિલ 2021ની મદદથી, રિઝર્વ બેંક ઓફ ઈંડિયાને તેની સત્તાવાર ડિજિટલ કરન્સી રજુ કરવા માટે સુવિદ્યાજનક ફ્રેમવર્ક મળશે. આ ઉપરાંત આ બિલ પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સીને ભારતમાં  પ્રતિબંધ પણ લગાવશે. જો કે, આ બિલ આ ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાના હેતુથી કેટલાક અપવાદોને પણ મંજૂરી આપશે. તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીને લઈને સંસદીય પેનલની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ  મીટિંગમાં સહમતિ બની હતી કે હવે સમય આવી ગયો છે કે ભારત ક્રિપ્ટોકરન્સીનું  રેગ્યુલેટ કરે અને તેની દિશા નક્કી કરે.
 
વર્તમાન સમયમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીને લઈ કોઈ નિયમન નથી. તેને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ક્રિપ્ટોકરન્સી અંગે એક બેઠક યોજાઈ હતી અને મજબૂત નિયમન પગલું ભરવાના સંકેત આપ્યા હતા. સરકારનુ માનવું છેકે ક્રિપ્ટોકરન્સીનું નિયમન નહીં હોવાથી તેનો ઉપયોગ ટેરર ફંન્ડિંગ અને કાળા નાણાનું ચલણ વધી રહ્યું છે. PMની બેઠક બાદ ક્રિપ્ટોકરન્સીને લઈ ભાજપ નેતા જયંત સિંહાના વડપણ હેઠળ સંસદીય સમિતિની પહેલી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહમતિ બની હતી કે ક્રિપ્ટોકરન્સીને અટકાવી શકાય તેમ નથી. જોકે તેને નિયંત્રિત કરવા જોઈએ.