રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (18:30 IST)

દેશમાં ફંગસના ખતરનાક સ્ટ્રેનની દસ્તક

દિલ્હી એઈમ્સના ડોક્ટરે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલમનરી ડિસિઝ(COPD)થી પીડિત 2 દર્દીઓમાં એસ્પરગિલસ લેંટુલસ(Aspergillus lentulus)ની પુષ્ટી કરી છે. ચિંતાની વાત એ છે કે, તમામ પ્રયાસો છતાં પણ ફંગસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયેલા દર્દીઓને બચાવી શકાયા નહોંતા અને બંન્નેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું.
 
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, Aspergillus lentulus ખરેખર એસ્પરગિલસ ફંગસની જ એક પ્રજાતિ છે જે ફેફસાને સંક્રમિત કરે છે, ફંગસના અન્ય સ્ટ્રેનની તુલનામાં તેનાથી થતો મૃત્યુદર વધુ હોય છે કારણ કે, આ ફેફસાને સંક્રમિત કરે છે, વિદેશમાં પણ કેટલાક કિસ્સાઓ નોંધાયા છે, જો કે, ડોક્ટર્સનું માનવું છે કે, ભારતમાં આ નવા સ્ટ્રેનની પ્રથમ ઘટના છે, ફંગસનો આ નવો સ્ટ્રેન પ્રથમ વખત 2005માં જોવા મળ્યો હતો
.