શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:15 IST)

પતિએ પત્ની માટે બનાવી દીધુ તાજમહેલ જેવુ ઘર, 3 વર્ષમાં બનીને તૈયાર થઈ પ્રેમની નિશાની

મઘ્યપ્રદેશના બુરહાનપુરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને તાજમહેલની જેવુ દેખાનારુ ઘર બનાવીને ભેટમાં આપ્યુ છે. તાજમહેલની જેવુ દેખાનારુ આ ઘરમાં 4 બેડરૂમ એક કિચન એક લાઈબ્રેરી અને એક મેડિટેશન રૂમ છે. ઘરને બનાવવામાં 3 વર્ષનો લાંબો સમય લાગ્યો. તાજમહેલ જેવા ઘરનુ ક્ષેત્રફળ મીનાર સહિત  90×90 છે. આગરાના કારીગર પણ બોલાવાયા. 
 
 
મીડિયા રિપોર્ટ મુજબ બુરહાનપુરના શિક્ષાવિદ આનંદ પ્રકાશ ચૌકસે (Anand Prakash Chouksey) એ  તાજમહેલ જેવુ ઘર પોતાની પત્ની મંજુષાને ભેટમાં આપ્યુ છે. 
 
આ અસલી તાજમહેલની જેમ દેખાનારુ 4 બેડરૂમનુ ઘર છે. આ ઘરમાં 4 બેડરૂમ, એક રસોડુ,  એક કિચન, એક લાઈબ્રેરી અને એક મેડિટેશન રૂમ છે. ઘરને બનાવવામાં 3 વર્ષ લાગ્યા. આ તાજમહેલ જેવા ઘરમાં અસલી  તાજમહેલની જેમ મીનારો પણ છે.  ઘરની ફ્લોરિંગ રાજસ્થાનના મકરાના અને ફર્નીચર મુંબઈના કારીગરો પાસેથી તૈયાર કરાવ્યુ છે. એટલુ જ નહી ઘરની અંદર અને બહાર એ પ્રમાણે લાઈટિંગ કર્યુ છે કે રાત્રે અંધારામાં પણ તે ઘર એકદમ અસલી તાજમહેલની જેમ ચમકતુ દેખાય છે. 

 
બુરહાનપુરમાં થઈ હતી શાહજહાની બેગમ મુમતાજનુ મોત 
 
ઉલ્લેખનીય છેકે બુરહાનપુરના રહેનારા આનંદ ચૌકસેને હંમેશા એ વાતની કસક રહેતી હતી કે દુનિયાભરમાં પ્રેમની નિશાનીના રૂપમાં જાણીતુ તાજમહેલ તેમના શહેરમાં કેમ નથી. ઉલ્લેખનીય છે કે મુગલ ઈતિહાસમાં આ વાતનો ઉલ્લેખ છે કે શાહજહાની બેગમ મુમતાજનુ મોત બુરહાનપુરમાં થયુ હતુ અને શાહજહાએ તાજમહેલ બનાવવા માટે તાપ્તી નદીના કિનારો પસંદ કર્યો હતો પણ પછી આગરામાં તાજમહેલ બનાવવામાં આવ્યુ. હવે તેમની આ કસકને દૂર કરવા માટે આનંદ ચૌકસેએ પોતાની પત્નીને તાજમહેલ જેવુ જ એક ઘર બનાવીને ભેટમાં આપ્યુ. 
 
એંજીનિયરોએ તાજમહેલ જેવુ ઘર બનાવવામાં અનેક સમસ્યા આવી 
 
 
તાજમહેલ જેવુ ઘર બનાવવા કંસલટિંગ એંજિનિયર પ્રવીણ ચોકસેએ માહિતી આપતા જણાવ્યુ કે આનંદ ચૌકસેએ તેમને તાજમહેલ જેવુ મકાન બનાવવાનુ મુશ્કેલ ટાસ્ક આપ્યુ હતુ.. પ્રવીણ ચૌકસેનુ કહેવુ છે કે ખુદ આનંદ ચૌકસે અને તેમની પત્ની મજૂષા ચૌકસે આગરાનુ તાજમહેલ જોવા ગયા. તેનુ ઝીણવટાઈથી અધ્યયન કર્યુ અને એંજિંનિયરોને તાજમહેલ જેવુ જ ઘર બનાવવાનુ કહ્યુ. એંજિનિયર પ્રવીણ ચૌકસે પણ આગરા જઈને તાજમહેલ જોયુ તેની તકનીક અને ક્ષેત્રફળનુ ઝીણવટાઈથી અવલોકન કર્યુ 
 
 
પ્રવીણ ચૌકસેના મુજબ આ તાજમહેલ જેવા ઘરનુ ક્ષેત્રફળ મીનાર સહિત 90X90 નુ છે. બેસિક સ્ટ્ર્કચર  60X60 નુ  છે. ડોઁમ 29 ફીટ ઉંચો રાખ્યો છે. તાજમહેલ જેવા ઘરમાં એક મોટો હોલ, 2 બેડ રૂમ નીચે, 1 બેડરૂમ ઉપર છે. એક કિચન, એક લાઈબ્રેરી અને એક મેડિટેશન રૂમ બનાવ્યો છે. 
ઘર બનાવનારી કંપનીને મળી ચુકુયો છે એવોર્ડ 
 
ઘરની અંદર કોતરણી માટે બંગાળ અને ઈન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી છે. રાજસ્થાનના મકરાણાના કારીગરો દ્વારા ઘરનું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. આગ્રાના ઉત્તમ કારીગરો દ્વારા જડવાનું કામ કરવામાં આવ્યું છે.ઘરમાં ફર્નિચરનું કામ સુરત અને મુંબઈના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઘરને ઈન્ડિયન કન્સ્ટ્રકટિંગ અલ્ટ્રાટેક આઉટ સ્ટેન્ડિંગ સ્ટ્રક્ચર ઓફ MPનો એવોર્ડ મળ્યો છે.