અમદાવાદના અમરાઇવાડીમાં જૂનું મકાન ધરાશાયી થતાં 10 દટાયાં, એકનું મોત

ahmedabad
Last Modified ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (16:06 IST)

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં મકાન ધરાશાયી થયું હતું. જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં 7 લોકો દટાયા હતા તે પૈકી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ahmedabad

હજુ બે વ્યક્તિ કાટમાળમાં ફસાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં 10 લોકો દટાયાં છે, જ્યારે થયું છે. દુર્ઘટનાને પગલે આસપાસના લોકો દોડી જતા ટોળેટોળા વળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ છે. અમરાઈવાડી પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને ભીડ પર કાબૂ મેળવી હતી. યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ છે.બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ ફાયરની ટીમ સાથે જોડાયા છે.
ahmedabadઆ પણ વાંચો :