સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 18 જુલાઈ 2021 (18:19 IST)

ગુજરાતમાં પણ ખેલા હોબે- મમતા બેનર્જીની પાર્ટી ગુજરાતમાં થશે સક્રિય

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ષ 2022માં ગુજરાતમાં ચૂંટણી યોજનાર છે. તેથી ગુજરાત રાજનીતિને લઈને એક બાદ એક મોટા નેતાઓ ગુજરાત તરફ વળી રહ્યા છે. એવામાં વધુ એક રાજકીય નેતા ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા પગપેસારાની તક શોધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે
 
પહેલા અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં એક નવા જ પક્ષનો પગ પેસરા થવા જઈ રહ્યો છે. આ નવો પક્ષ બીજો કોઈ નહીં પણ મમતા બેનર્જીની પાર્ટી TMCનો છે. ગુજરાત 20200ની ચૂંટણીમાં તૂણ મૂલ કોંગ્રેસ. TMC પોતાના વિસ્તાર વધારવાના પ્રયાસ કરી રહી છે.  હવે TMC ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે
 
21 જુલાઈએ TMC શહીદ દિવસે  TMCના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરશે. સંબોધન ગુજરાતમાં પણ દર્શાવાશે જે માટે TMC દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં સ્ક્રીન લગાવવામાં આવી રહી છે.