શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (17:16 IST)

Population Control Policy - કાયદો બનાવવા માટે રાજ્યસભામાં રજુ થયા બે બિલ - બે થી વધુ બાળકો હોવા પર અધિકાર ખતમ કરવાની ભલામણ

પ્રાઈવેટ મેમ્બર બીલ શુ છે જાણો

દેશમાં કઠોર જનસંખ્યા નીતિ લાવવા માટે રાજ્યસભામાં બિલ રજુ કરવાની તૈયારી છે. આ એક પ્રાઈવેટ મેંબર બિલ છે. ભાજપા સાંસદો સુબ્રમણ્યમ સ્વામી, હરનાથ સિંહ યાદવ અને અનિલ અગ્રવાલ તરફથી રજુ કરવામાં આવી  રહ્યુ છે.  આ બિલમાં એક બાળક નીતિને પ્રોત્સાહિત કરવા અનેક જોગવાઈઓની ભલામણ કરવામાં આવી છે. સાથે જ બે કરતા વધુ બાળકોના હોય તેમની સરકારી નોકરીઓ છીનવી લેવાનો, મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાનો, ચૂંટણી લડવાનો અધિકાર અને રાજનીતિક પાર્ટી બનાવવાનો અધિકાર પણ સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. જો અધ્યક્ષ મહોદય પાસેથી આ બિલને મંજૂરી મળશે તો સંસદના આ સત્રમાં આ બિલ પર ચર્ચા થઈ શકે છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ 11 જુલાઈએ રાજ્યમાં જનસંખ્યા નીતિની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંસદથી લઈને રસ્તા સુધી આ મુદ્દે રાજકારણ ગરમાશે તેવી સંભાવના છે.
 
બિલમાં શુ છે જોગવાઈ 
 
 
જનસંખ્યા નિયંત્રણ બિલના રૂપમાં લાવવામાં આવી રહેલ આ પ્રસ્તાવમાં એક બાળક નીતિને પ્રોત્સાહિત કરવા માટેની અનેક જોગવાઈ કરવામાં આવી છે. ઉદાહરણ સ્વરૂપ જો કોઈ દંપતી એક બાળકના જન્મ પછી ઓપરેશન કરાવી લે છે (અને બીજુ બાળક પેદા ન કરવાની વાત કરે છે ) તો ઓપરેશન કરાવનારા પતિ કે પત્નીને 50 હજારની આર્થિક સહાયતા આપવામાં આવે. આ ઉપરાંત એક બાળક છોકરો હોય તો 50 હજાર રૂપિયા અને છોકરી હોય તો એક લાખની આર્થિક મદદ આપવામાં આવે.  આ ઉપરાંત આ બાળકના અભ્યાસ સમયે કેન્દ્રીય વિદ્યાલમાં એડમિશન, મેડિકલ-એંજિનિયરિંગ કે મેનેજમેંટ જેવા વ્યવસાયિક કોર્સ કરવા દરમિયાન પ્રાથમિકતા સાથે પ્રવેશ અને ફી મા માફી આપવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી છે. બિલમાં કહેવામાં આવ્યુ છે કે કોઈ દંપતી બે બાળક પેદા કરે છે તો તેને માટે કોઈ વધારાનો લાભ કે છૂટ નહી આપવામાં આવે. 

આ  બિલમાં એવા દંપતિ માટે સખત કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે કે જેમના બેથી વધુ બાળકો છે. આ બિલ  મુજબ જો કોઈ દંપતી સરકારી નોકરીમાં હોય અને હજી પણ ત્રણ બાળકો પેદા કરે તો તેમની સરકારી નોકરી સમાપ્ત થવી જોઈએ. આ ઉપરાંત આવા દંપતીને મત આપવાનો, રાજકીય પક્ષ બનાવવાનો અથવા પંચાયતથી લોકસભા કક્ષા સુધી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનો અથવા આ સંસ્થાઓમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર કાયમ માટે પ્રતિબંધ લગાવવાની જોગવાઈ છે. 
 
જેમને ત્રણથી વધુ બાળકો છે તેમને સરકારી કે ખાનગી કંપનીઓમાં ગ્રેડ -1 થી ગ્રેડ -4 સ્તર સુધી કોઈ નોકરી નહીં મળે, તેમને કોઈપણ પ્રકારની સરકારી સબસિડી ન આપવા સખત સૂચન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે આવા લોકોને રાજકીય પક્ષની રચના કરવા તેમજ અન્ય કોઈ સંસ્થા બનાવવા પર અથવા તેમાં કોઈ હોદ્દો યોજવા પર પ્રતિબંધ લાગવો જોઇએ