શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 સપ્ટેમ્બર 2022 (09:39 IST)

આજે ગાંધીનગરના સફાઈકર્મીનો પરિવાર દિલ્હીમાં કેજરીવાલ સાથે ભોજન લેશે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઇકાલે એક દિવસની અમદાવાદની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. ગઈકાલ સાંજે શાહીબાગ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચશે અને સાંજે અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર સાથે લંચ કરશે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ (હર્ષ સોલંકી ) સફાઈ કર્મચારીને દિલ્હીમાં એમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાઆ આજે સવારે હર્ષ સોલંકી અને એમના પરિવારને ઘરેથી રિસિવ કરી અમદાવાદ એરપોર્ટ સુધી સાથે મૂકવા ગયા હતાં.

તારીખ 26-9-22ના રોજ હર્ષ સોલંકી એમના પરિવાર સાથે એમના ઘરે થી સવારે 6ઃ00 વાગ્યે નીકળી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. હર્ષસોલંકી દિલ્હી એરપોર્ટ પર થી પંજાબ ભવન પર 11ઃ30 સુધી પહોંચી જશે. હર્ષ સોલંકી 12ઃ30 વાગ્યે સ્કૂલ વિઝીટ કરશે. હર્ષ સોલંકી એમના પરિવાર સાથે બપોરે 1ઃ30 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એમના પરિવાર સાથે ભોજન ગ્રહણ કરશે. હર્ષ સોલંકી પરિવાર સાથે 2ઃ30 વાગ્યે મોહલ્લા ક્લિનિકની મુલાકાત કરશે. હર્ષ સોલંકી દિલ્હી એરપોર્ટ પર થી સાંજે 8ઃ20 વાગ્યે પહોંચી સાંજે 9ઃ30 વાગે અમદાવાદ એરપોર્ટ પર પરત ફરશે.