મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 માર્ચ 2022 (09:26 IST)

આજે વર્લ્ડ ટીબી ડેઃ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત થાય છે, અમદાવાદમાં એક વર્ષમાં ટી.બી.ના 18 હજાર કેસ

વર્લ્ડ ટીબી દિવસની 24 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવે છે. ટીબીનો રોગ આજે સાધ્ય બન્યો છે. સરકાર દ્વારા એની મફત સારવાર પણ આપવામાં આવે છે, પરંતુ ચિંતાજનક બાબત છે કે ટીબીના કેસો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર (ટીબી) ડો. મેહુલ શાહના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે. આવતીકાલે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.ટીબીના દર્દીઓ માત્ર મોટી વયની ઉંમરના લોકોમાં જ નહીં, પરંતુ બાળકોમાં પણ જોવા મળે છે. વર્ષ 2021માં દર્દીઓ નોંધાયા છે, જેમાં 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મૃત્યુ થયાં છે, જેથી બાળકોમાં પણ દર્દીઓનું પ્રમાણ પણ જોવા મળે છે. ટીબીના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે. રાયપુર વિસ્તારમાં 800 લોકોનો સર્વે કરાવવામાં આવ્યો હતો, જેમાં 48 ટકા લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ ટીબીના દર્દીઓની માહિતી મ્યુનિસિપલ તંત્રને આપી રહ્યા છે, જેને કારણે આવા દર્દીઓને ઝડપથી શોધી સારવાર આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ રોગને દૂર કરવા ખૂબ જ સઘન કામગીરી કરવામાં આવે છે. ટીબી થવા માટે મહત્ત્વનું કારણ કુપોષણ છે, આથી ટીબીથી બચવા પોષણક્ષમ આહાર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન દ્વારા 2025 સુધીમાં ભારતને ટીબીમુક્ત કરવાની આ વાત કરવામાં આવી છે, ત્યારે આ ટાર્ગેટ હાંસલ કરવો અઘરો લાગી રહ્યો છે.સામાન્ય રીતે ટીબીના દર્દીઓ સાથે રહેનાર તેમના પરિવારજનોને પણ ટીબીનો ચેપ લાગી શકે છે. જોકે જ્યાં સુધી તેમની રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રહે અને પોષણક્ષમ આહાર યોગ્ય રહે ત્યાં સુધી ટીબી તેમના પર હાવી થતો નથી. ટીબીના દર્દીના પરિવારના 1 હજાર લોકોને મ્યુનિ. પ્રિકોશન સારવાર આપી રહી છે.ટીબીના દર્દીના સંપર્કમાં આવનારને ટીબીનો ચેપ લાગુ પડતો હોય છે. જોકે બાદમાં નાગરિકની રોગપ્રતિકારક શક્તિ ઘટે તો તેને ટીબીનો ચેપ લાગુ પડતો હોય છે. રાજપુર-ગોમતીપુરમાં કરાયેલા સરવેમાં એવી બાબત બહાર આવી હતી કે, 48 ટકા લોકોમાં ટીબીનો ચેપ દેખાયો છે.