મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 માર્ચ 2022 (17:51 IST)

પાર્કિંગની નજીવી બાબત પર બોલચાલ, 25 લોકોના ટોળાએ એક પરિવાર પર કર્યો હુમલો

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં બનેલી ઘટના ચોંકાવનારી છે. એક નજીવી બાબત પાર્કિગને મામલે 25 લોકોના ટોળાંએ એક પરિવાર પર હુમલો કરી દેતા સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
 
પરિવારના 4 લોકોને પહોંચી ઈજા
વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલ સનસેતુ એપાર્ટમેન્ટમાં ટુ વ્હીલર પાર્ક કરવાના મુદ્દે સ્થાનિક રહીશો ઝઘડો થતાં બહારના શખ્સોના ટોળાંએ પથ્થરો ફેંકી  તોડફોડ કરી આંતક મચાવ્યો હતો..જેમાં બોપલ પોલીસે રાયોટિંગ ગુનો નોંધી દંપતી સહિત 3 લોકોની ધરપકડ કરી છે..ધટનાની વાત કર્યે તો 21મી તારીખ રોજ સોસાયટી મેમ્બરો બધા ઉભા હતા..અને કમિટી મેમ્બર ચર્ચા કરતા હતા કે અંકિત પટેલ નામના ફ્લેટ ધારકે એ બ્લોકના 503ના પાર્કિગ માં પાર્કિગ કરવું તેવું સ્ટીકર લગાવેલું છે..કમિટી મેમ્બરો જઈને જોયું અંકિત પટેલના પત્નીએ ખરેખર સ્ટીકર લગાવ્યું હતું તે મુજબ પાર્કિગ કર્યું હતું..આ ટુ વ્હીલર ખસેડતા દીપ્તિબહેન અચાનક આવ્યા હતા અને કમિટી મેમ્બરો સાથે ઝઘડો કર્યો હતો..દીપતિબેન સાથે પતિ અંકિત આવ્યા અને અંકિત પટેલ સોસાયટી કમિટી મેમ્બર રિતેશ શાહ અને પરેશ પટેલને લાફા ઝીકી દીધા હતા..સોસાયટી ઝઘડામાં બહારથી પથ્થરમારો કરવામાં આવ્યો, 
 
 25 લોકોના ટોળાંએ સિક્યુરિટી કેબિન પર પણ પથ્થર મારો કરી દીધો હતો જેમાં કેબિનના કાચ તેમજ અંદર પડેલી વસ્તુઓ જેવી ટીવી ટેબલ તેમજ અન્ય સાધનનોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. પથ્થરમારોમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી..બોપલ પોલીસે ઝઘડો કરનાર દંપતી અકિત અને દીપ્તિની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી છે ત્યારે 25 લોકોના ટોળામાં પથ્થમારો કરનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી છે..હાલ અન્ય આરોપી પકડવા પોલીસ શોધખોળ શરૂ કરી છે